Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ મહારાજ પાસે જતા જોઇને કુતૂહલથી ચિત્રમંત્રી પણ ત્યાં ગયે. ધથી વિમુખ તે નાસ્તિક વિચારના જાણી તે પણ કેશીગણધર મહારાજે તેને તિરસ્કાર ન કરતાં ધર્માંસન્મુખ કરવા માટે તેને મધુર વચનથી ખેાલાવ્યે ને તેના મનાગત વિચારા કા; તેથી ચિત્રમંત્રી ખૂબ આશ્ચય પામ્યા ને તેને ગુરુમહારાજ ઉપર બહુમાન ઉત્પન્ન થયું. પછી શાન્તિપૂર્વક ધ શ્રવણ કર્યું. તેને ધર્મશ્રદ્ધા થઇ ને સમ્યકત્વમૂલ ધર્મ ગ્રહણ કર્યા. [ વય · પોતાને સમજાયેલ સારા માર્ગને પોતાના સમ્બન્ધિએ અનુસરે', એ પ્રકૃતિથી ધર્મ માર્ગો પર આવ્યા પછી મંત્રીને પણુ, રાજાને ધર્મમાર્ગ પર લાવવાની ભાવના જાગૃત ચઈ. તેથી તેણે નાસ્તિક રાજાના સખત શાસનને લીધે ગુરુમહારાજના આવાગમનથી વિરહિત એવી શ્વેતામ્બિકા નગરીને પાવન કરવા માટે શ્રી ગણધર મહારાજને વિનંતિ કરી ને કહ્યું કે ‘ આપની અપૂર્વ શક્તિ, જ્ઞાન અને લબ્ધિના પ્રભાવથી અમારે નાસ્તિક રાજ આસ્તિક બનશે, અમારી નગરીમાં ધર્મનું સામ્રાજ્ય પ્રવશે તે ઘણા જીવાને ઉપકાર થશે. ’ આના જવાબમાં શ્રી કેશીગણધર મહારાજે ‘ જેવા વર્તમાન સમય ' એ ભાવવાળા વર્તમાનયેાગ ’ના વચનથી ત્યાં આવવાની વિનંતીને સ્વીકાર કર્યાં. શ્રાવતી નગરીમાં પોતાનુ` કા` સમાપ્ત કર્યા પછી ચિત્રમંત્રી પેાતાને નગરે આવ્યેા. આવ્યા પછી તરત જ અધમી રાજા ગુરુ મહારાજના આગમનને પ્રતિબન્ધ ન કરે તે માટે ઉદ્યાનપાલક( માળી )ને સમજાવ્યું કે જ્યારે કાઇ પણ ગુરુમહારાજ અહીં પધારે ત્યારે ખાનગીમાં મતે ખબર આપવી. આગ શીગણધર મહારાજ કાલાન્તરે વિહાર કરતા કરતા શ્વેતામ્બિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. પૂર્વ મંત્રીએ સકત કર્યા પ્રમાણે ઉદ્યાનપાલકે ગુરુમહારાજના આગમનના સમાચાર ગુપ્ત રીતે મંત્રીને પહેાંચાડયા. ધર્મપ્રભાવના કરતા કરતા મહોત્સવપૂર્વક ગુરુ મહારાજને વંદન કરવા જવાની મંત્રીને ઉત્કટ ભાવના છતાં કાઈ સાધુ આવ્યા છે એ વાત રાજા જાણે તે ગુરુ મહારાજની અવજ્ઞા કરે ને લાભ થાય નહિ માટે પેાતાના રથાનથી જ ગુરુ મહારાજને ભાવવંદન કર્યું ને વિચાયુ કે ખીજી કાઈ રીતે ગુરુ મહારાજના મનના સમાચાર રાજાને મળશે તે તે ઉપદ્રવ કરો; માટે હું જ કાઈ પણ યુક્તિથી રાળને ગુરુ મહારાજશ્રી પાસે લઇ જઉં. એ પ્રમાણે વિચાર કરીને મંત્રી રાન પાસે આવ્યેા ને રાજાને કહ્યું કે, ‘દેવ, અક્રીડા કરવાને સમય આજ ણે અનુકુલ છે, વસંત ઋતુનું આગમન થયું છે. વાયુ પણ સુન્દર વાય છે. ઝાડપાનફૂલફલ વગેરેથી વનભૂમિ વિહારને યેાગ્ય બની છે, તે આપને આદેશ હેાય તે અશ્વપાલકને અશ્વ સજ્જ કરવા આજ્ઞા કરું.' મંત્રીના વચનથી રાજાને અક્રીડા કરવાની ભાવના જાગૃત થઈ ને મત્રીને અશ્ર્વ તૈયાર કરાવવા કહ્યું. For Private And Personal Use Only જે ઉદ્યાનમાં ગુરુમહારાજ મધુર ધ્વનિથી ઉપદેશ આપી રહ્યા હતા, તે ઉદ્યાન તરફ વાતવાતમાં મંત્રી રાન્નને લ આવ્યે. અક્રીડાને પરિશ્રમ દૂર કરવા માટે રાન્તને મંત્રી એક સુન્દર વૃક્ષની છાયામાં એકા. ચિત્ત શાન્ત થયા પછી રા એ ગણધર મહારાજને મધુર ધ્વનિ સાંભળ્યે ને મંત્રીને પૂછ્યું કે આ સુન્દર ધ્વનિ કાતે છે ને કયાંથી આવે છે !

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44