Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ ] નિહનવવાદ [૩૭] મંત્રીએ કહ્યું કે મને ખબર નથી, ચાલો આપણે ઉદ્યાનની મનોરમતા નિહાળીએ ને જોઈએ કે આ સુન્દર નિ કાને છે. રાજા ને મંત્રી વનની સુન્દરતા જોતા જોતા શ્રી કેશીગણધર મહારાજ જ્યાં ધર્મવ્યાખ્યાન કરતા હતા ત્યાં આવ્યા. રાજા એકાએક સાધુ મહારાજને જોઈને મંત્રીને કહેવા લાગ્યો કે “ આ મુંડે શું બરડે છે ? આપણા દેશમાં આ લૂંટારે કયારે આવ્યો ? આ લુચ્ચા લેકે આંગળી બતાવે છતે પહોંચે કરડી ખાય એવા હેય છે, માટે હમણાં ને હમણું આ બાવાને આપણી હદ બહાર કાઢી મૂકો કે જેથી બીજા દેશની જેમ આપણું દેશને પણ તે ન બગાડે.' મંત્રી બુદ્ધિમાન હતા, તેથી રાજાની આજ્ઞા પ્રમાણે કરવા માટે તરત જ થોડે સુધી ગયો ને વળી પાછે વળીને રાજાને કહેવા લાગ્યોઃ “દેવ ! આ પ્રમાણે આપણે આને આપણુ દેશ બહાર કાઢી મૂકશું તે તે અહીંથી બીજા દેશમાં જઈને લેકની આગળ આપણી નિન્દા કરશે ને કહેશે કે તાંબિકા નગરીને પ્રદેશ રાજા મૂખને સરદાર છે, કંઈ પણ જાણતા નથી ને ગુણ પુરુષોનું અપમાન કરે છે. માટે આપ તેની સાથે વાદ કરે ને તેને નિરૂત્તર બનાવો કે જેથી માનરહિત થઈ તે પોતે સ્વયં અહીંથી ચાલ્યો જાય. વળી વાદવિવાદમાં આપની સામે ઉત્તર આપવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી તો આ બિચારાને શે હિસાબ? ' એ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાને ઉત્સાહ ચડ્યો ને તે કેશીગણધર મહારાજ પાસે જઈને કહેવા લાગ્યોઃ “હે આચાર્ય ! અહીં ક્યારે આવ્યો છે ?' ગુરુમહારાજે ઉત્તર આપેઃ “હમણું જ'. પછી રાજા અને મંત્રી યોગ્ય આસને બેઠા. એ પ્રમાણે કેશીગણધર મહારાજ સામે પ્રદેશ રાજાને સમાગમ ચિત્ર મંત્રીએ યુક્તિથી કરાવી આપે. રાજા પ્રદેશનું નાસ્તિક રીતિનું કથનકેશગણધર મહારાજ પાસે બેઠા પછી રાજા ઉદ્ધતાઈથી મહારાજને કહેવા લાગ્યોઃ “હે આચાર્ય ! તેં કઈ કઈ ધૂર્ત વિદ્યાઓને અભ્યાસ કર્યો છે કે જેથી આ ભોળા લેકેને ભરમાવે છે? વળી તારું મુખારવિન્દ જતાં તું કેાઈ રાજપુત્ર હોય એમ લાગે છે. તો આ ભોગ ભોગવવાના સમયમાં આ બધુ પાખંડ શું આદયું છે? રાશિમાન મત નાબુ : (બાયલા બાવા બને) માટે છાડ આ બધું ને ચાલ મારે માંડલિક રાજા થઈ જા. આ ઉત્તમ જાતિના મારા અશ્વ ઉપર સવાર થઈને મારા દેશને તારી ઈચ્છા પ્રમાણે ભગવાને આ જન્મને સાર્થક કર. ફોગટ તપ-જપનું કષ્ટ કરવાથી શું? વળી જે તે આત્માના ઉધ્ધારને માટે આ સર્વ કરતા હોય તો તે તારે ભ્રમ છે, કારણ કે “આત્મા’ નામની આ જગતમાં કોઈ પણ વસ્તુ છે જ નહિ તો પછી તેના ઉદ્ધારને માટે મહેનત કરવી એ તે વાંઝણીને છોકરે ઉત્પન્ન કરવા માટે મહેનત કરવા જેવું છે.” “આત્મા નથી, એ સમ્બન્ધમાં પ્રદેશનું વતર્યા–“હે આચાર્ય ! “આત્મા નથી' એમ જે હું કહું છું તે વિચાર્યા વગરનું કહું છું એમ ન સમજત; કારણ કે મેં આત્માની જ ખૂબ કરી છે. આત્માને જોવા માટે ઘણું પ્રયત્ન કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને જ્યારે આત્મા ન મળે ત્યારે મેં નિશ્ચય કર્યો કે “આત્મા છે' એમ જે કહેવાય છે તે મિયા છે. સાંભળ-આત્મા માટેની મારી તપાસ આ પ્રમાણે હતીઃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44