Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું કાર્યક્ષેત્ર [૩૩] બીજા ગ૭વાળાને આક્ષેપ કરતું લાગે એવું લખાણ લખ્યું; એક જ ગચ્છને માનતા બે સમુદાયો વચ્ચે અમુક ચર્ચા ઉપસ્થિત થઈ તેથી એક સમુદાયે પિતાની માન્યતાને સમર્થનમાં જે કંઈ લખ્યું તે બીજા સમુદાયને શાસ્ત્રવિરૂદ્ધ લાગ્યું; એક જ સમુદાયના જુદા જુદા વિદ્વાને શાસ્ત્રના એક જ વાક્યને જુદી જુદી રીતે સમજવા લાગ્યા; અથવા ધાર્મિક એક જ ક્રિયા અંગે બે વ્યક્તિઓ વચ્ચે વિચારભેદ જાગ્યો. હવે મુનિસમેલનના દસમાં ઠરાવ અનુસાર જે સમિતિએ આ બધાનું સમાધાન કરવાનું હોય તો કેવી વિકટ પરિસ્થિતિ ઉભી થાય ? જ્યાં આવી રીતે એક બીજા પરસ્પરને શાસ્ત્રવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ માનતા હોય ત્યાં સમિતિએ આના અભિપ્રાયે સાચા માનવા કે તેના? આના વિચારોને રદિયો આપી તેનું સમાધાન કરવું કે તેના ? આને બેટે કહે કે તેને ? સમેલનના ઠરાવ મુજબ જો સમિતિના માથે આ-અંદરઅંદરના આક્ષેપ પ્રતિકાર કરવાનું–કામ આવી પડતું હોય તો એનું પરિણામ તો એ આવે કે જેને શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાયના સમસ્ત ગચ્છાનું પ્રતિનિધિત્વ ધરાવતા મુનિસમેલને સર્વાનુમતે, એકીઅવાજે અને કોઈ પણ પ્રકારના વિરોધ વગર જે ઠરાવ પસાર કર્યો તે ઠરાવ જ તેના અંગને વિચ્છેદ કરનાર અને તેમાં ભાગલા પાડવાના નિમિત્તરૂપ બને. આપણે બધાય જાણીએ છીએ કે આ મુનિસમેલન ભરવાને મુખ્ય ઉદ્દેશ આપણું સમાજમાં કેટલા કેટલાક સમયથી જે “અનિચ્છનીય વાતાવરણ પ્રવર્તતું હતું તેનું નિવારણ કરીને સમાજમાં એકદિલી સ્થાપવાનો હતો. હવે જો આ દસમા ઠરાવને ઉદ્દેશ અંદરઅંદરની ચર્ચામાં પણ પડવાનો હોય તો એ ઠરાવ અને સમેલન ભરવાને આ ઉદાત્ત આશય એ બન્ને પરસ્પરવિરેાધી દિશામાં જ જાય એ સમજી શકાય એવી બિના છે. એકતા સ્થાપવા માટે ભરાયેલું સમેલન આ ભાગલા પાડનારે ઠરાવ પસાર કરે છે કેમ માની શકાય ? ક્ષણભર માટે માની લઈએ કે મુનિસમેલનના દસમા ઇશવ પ્રમાણે સમિતિએ અંદરઅંદરની ચર્ચામાં પણ ભાગ લેવા જોઈએ તે તેનું શું પરિણામ આવે તે વિચારીએ. એનું પહેલું પરિણામ તે એ આવે કે જે ક્ષણે સમિતિ અંદરઅંદરના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે તે જ ક્ષણે સમિતિ સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમુદાયનું પ્રતિનિધિત્વ [ અલબત્ત, ધર્મ ઉપર થતા આક્ષેપોના પ્રતિકાર કરવા પૂરતું ] ગુમાવી બેસે અને એક સાર્વજનિક સંસ્થા મટીને એક પાક્ષિક સંસ્થા બની જાય. અને આવી અંદરઅંદરની ચર્ચામાં ભાગ લેવાની પ્રતિક્રિયારૂપે બીજું અને વધુ ભયંકર પરિણામ તે એ આવે કે-મુનિસમેલને જે ઠરાવ આપણું ધર્મ ઉપર કરવામાં આવતા આક્ષેપોને દૂર કરવા માટે કર્યો હતો તે જ ઠરાવનું આ રીતે પાલન કરતાં, અંદરઅંદરના આક્ષેપોના જવાબો આપવા માટે સમિતિને જે કંઈ લખાણ કરવું પડે તેમાંથી જ અન્યધમીઓને જૈનધર્મ ઉપર આક્ષેપો કરવાની ઢગલાબંધ સામગ્રી મળી રહે ! શું મુનિસમેલને આટલા માટે જ આ ઠરાવ કર્યો હતો? જો આમ જ હોય સમેલને કરેલ આ ઠરાવ સાવ અર્થહીન અને લાભના બદલે ઉલટા નુકશાન કરનારો જ થઈ પડે ! એટલે જે વાત આ રીતે પ્રથમ દૃષ્ટિએ જ હાનિકર્તા અને અવ્યવહારુ લાગતી હોય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44