________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
પરિકર
[૩૧ ] તે પંચતીર્થીના નામે પ્રસિદ્ધિમાં આવેલ છે. જો કે તેમાં અરિહંત અને સિદ્ધ અવસ્થાની મૂર્તિઓ જોવામાં આવે છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવસ્થાની મૂર્તિઓ જોવામાં આવતી નથી. તેથી જણાય છે કે સિદ્ધ અવસ્થાની મૂર્તિઓમાં જ તેમને સમાવેશ કરવામાં આવ્યું હશે. છત્રવટાના ગવાક્ષમાં જે પાસનવાળી બે મૂર્તિઓ હોય છે, તેમાં એક સિદ્ધ ભગવાનની અને બીજી ગણધર આચાર્યની તથા જે કાર્યોત્સર્ગવાળી બે મૂર્તિઓ છે, તેમાં એક ઉપાધ્યાય અને બીજી સાધુ અવસ્થાની મૂર્તિ માની શકાય. પરિકરમાં બીજ ભાવેની કલપના
ઉપર્યુક્ત રચનાઓ સિવાય પરિકરમાં બીજા અનેક ભાવોની કલ્પના પણ થઈ શકે છે, જેમકે–ગાદીમાં સિંહ અને હાથી આદિની આકૃતિ હોવાથી સમવસરણની ભાવના થાય છે કે સમવસરણમાં અનેક જીવો પિતાના વેરભાવ છોડીને દેશના સાંભળી રહ્યા છે. ભગવાનના ધર્મચકની બન્ને બાજુ જે એક એક હરણું રાખવામાં આવે છે તેથી જણાય છે કે જગતનાં અશરણ--અનાથ પ્રાણુઓ ધર્મચક્રના શરણે જંઈ સદ્દગતિને પ્રાપ્ત કરે છે. નવગ્રહની રચના જે કરવામાં આવી છે, તેથી જણાય છે કે અરિહંત ભગવાનનાં દર્શન પૂજનથી હર એક પ્રાણ પ્રહપીડાથી મુક્ત રહે. પરિકરનું મહત્વ
ઉર્યક્ત કારણને લીધે પરિકરવાની મૂર્તિ મહાન એશ્વર્યવાળી અને પ્રાભાવિક દેખાય છે. તેથી જ પ્રાચીન સમયમાં હરએક અરિહંત ભગવાનની મૂર્તિ પરિકર સહિત બનાવવાનો રીવાજ હતો, એમ આબૂ આદિ દરેક પ્રાચીન તીર્થો જોવાથી જણાય છે તેમાં મૂલનાયક અને ચારે બાજુની દેવકુલિકાઓની મૂર્તિઓ પણ પરિકરવાળી જ જોવામાં આવે છે કે, જેના દર્શનથી દર્શન કરનારને ભગવાનના ઐશ્વર્યને મહિમા જણાઈ આવે છે. આજ કાલ તે પરિકરની પ્રથા દિનપ્રતિદિન દ્વારા થતી જોવામાં આવે છે, તેમજ પ્રાચીન કાઈ મૃતિને પરિકર હોય તે તે કાઢી નાંખવામાં આવે છે, કારણકે આપણામાં શિલ્પ શાસ્ત્રના અભ્યાસની ન્યૂનતા હોવાથી તેનાં રહસ્યને સમજી શકતા નથી. જો પરિકરનું રહસ્ય પૂર્ણતયા સમજવામાં આવે તે એક પણ મૂર્તિ પરિકર વિનાની આપણે બનાવીએ જ નહીં.
હવે તે પરિકરનું માપ વગેરે પરમ જેન ઠકકુર “ફેરૂએ બનાવેલ વાસ્તુસાર પ્રકરણ નામનાં શિલ્પ ગ્રંથમાં છે, તેને સારાંશ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે-- પરિકરની ગાદીનું માપ
જે પાસનવાળી મૂતિની ઉપર પરિકર કરવું હોય, તે મૂર્તિના બન્ને જાનુ (હીંચણ)ની વચમાં જે અંતર હોય, તેના છપન ભાગની કલ્પના કરવી, તેમાંથી એક ભાગ જે માપન થાય તે ભાગના માપ પ્રમાણે પરિકરના ભાગેનું માપ જાણવું. પરિકરની ગાદીની લંબાઈ પ્રતિમાના વિસ્તારથી દેઢી એટલે ૮૪ ભાગની, ઉંચાઈ ૨૪ ભાગની અને જાડાઈ ૧૪ ભાગની હોય છે. ગાદીની લંબાઈમાં નવ અથવા સાત રૂપે બનાવવામાં આવે છે, તેમાં ચૌદ ચૌદ ભાગના વિસ્તારમાં પ્રત્યેક વસા, યક્ષિણી; બાર બાર ભાગના વિસ્તારમાં પ્રત્યેક સિંહ, દશ દશ ભાગના વિસ્તારમાં પ્રત્યેક હાથી, ત્રણ ત્રણ ભાગના વિસ્તારમાં પ્રત્યેક અમરધારી દેવ અને મધ્યમાં ચક્રધારી દેવી છ ભાગના વિસ્તારમાં, આ પ્રમાણે નવ રૂપે
For Private And Personal Use Only