Book Title: Jain Satyaprakash 1940 05 SrNo 58
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બડભાગી ધન્નો નિયા મા કે. મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી જે સેનેરી સમયે શાસનનાયક ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીરદેવ અહિંસાને ઉપદેશ સમસ્ત વિશ્વને આપી રહ્યા હતા, જે સમયે એ પ્રભુદેવના ઉપદેશના પ્રભાવે અનેક જીવો સંયમમાર્ગમાં લીન બની સ્વર્ગ અથવા મોક્ષને પ્રાપ્ત કરી શક્યા તે સમયે દક્ષિણ દેશમાં ગોદાવરી નદીના કિનારે સારી શોભાવાળું પિંઠણ નામનું નગર હતું. એ નગરમાં ધનસાર નામે શેઠ રહેતે હતો. તેને ચાર પુત્રો હતા. સહુથી નાના પુત્રનું નામ ધન્નો. તે બધી કળામાં કુશળ હતો. એનામાં નામ પ્રમાણે ગુણ હતા. માતાપિતાને અને અન્ય જનોને પણ તે પ્રિય હતા. સૌ કોઈ તેને વખાણતું જ. દરેકના મુખથી ધન્નાનાં વખાણ સાંભળી મોટા ત્રણે ભાઈઓને ઈર્ષા થવા લાગી, કે અરે, આપણે તો પિતાજીને કમાઈ કમાઈને આપીએ છીએ, આ તે હજ કમાતે પણ નથીછતાં પિતાજી તે “મારો ધન્નો ચાલાક”. “મારે ધન્નો નશીબદાર', એવું હરઘડીએ કહ્યા કરે છે. આ ધન્નાએ તો કોણ જાણે શું કર્યું છે, કે પિતાજી તો એને જ જોયા કરે છે. શેઠે જાણ્યું કે મોટા છોકરાઓ ધન્નાની ઈષો કરે છે. આથી મોટા પુત્રોને ધન્નાની ચાલાકી બતાવવા, બધા પુત્રોને બોલાવીને કહ્યું: “છોકરાઓ, આ સેનામહોરે લઈ જાઓ. તેમાંથી વેપાર કરજે, અને સાંજે ઘેર આવી કમાણીમાંથી સહુને જમાડજો.” સૌ વેપારને માટે રવાના થયા. ધન્નો પણ બજારમાં ગયો. બજારમાં કેઈ શેઠ દુકાન પર બેઠા બેઠા પત્ર વાંચે. પત્રમાં લખ્યું હતું: “હાલમાં આવેલી વણજારાની પિઠમાં કોંચી જાતનાં કરિયાણાં છે. તે ખરીદવાથી ઘણો ને મળશે.” ધન્નાએ એ અક્ષર પાછળથી વાંચી લીધા, અને ખુશ થતા થતા ગામબહાર અાવી, વણઝારા પાસેથી કરિયાણ ખરીદ્યાં. એટલામાં પિલા શેઠ ત્યાં આવ્યા. શેઠને ખબર પડી કે કરિયાણાં તો ધન્નાએ લીધાં. આથી ઘડી ભર તે તે તાજુબ થઈ થયા, પણ શેઠને કરિયાણું લેવાની ઈચ્છા હતી તેથી તે ધન્ના પાસે આવી કહેવા લાગ્યા, “કેમ ભાઈ, કરિયાણાં વેચીશ ?” ધન્નાએ કહ્યું: શેઠ વેચવાનાં તો છે, પણ નફાની સવા લાખ સોનામહોર લઈશ. બે કબૂલ છે ?” શેઠે નફાની સવા લાખ સોનામહોર આપી કરીયાણાં લીધાં. ધન્નો નફો લઈ ઘેર આવ્યો. સાથે સાથે ભાભીએનાં માટે આભૂષણો, સુંદર વસ્ત્રો અને મેવા મીઠાઈ પણ લાવ્યો. પેલા ભાઈઓ પણ નજીવી કમાણી કરી ઘેર આવ્યા. સૌથી મોટો વાલ લાવ્યો, બીજે ચોળા લાવ્યો ને ત્રીજો અડદ લાવ્યો. સૌ ધન્નાનાં વખાણ કરવા લાગ્યા. પિતાએ ધન્નાની કમાણી મેટા છોકરાઓને બતાવી. છતાં મેટા છોકરાઓને મનમાંથી ધન્નાની ઉન્નતિને ડંખ ગયો નહીં. એકદા ફરીથી શેઠે સૌ પુત્રાને લાવીને કહ્યું: “ભાઈઓ, લ્યો આ સોનામહોરો અને વેપાર કરી સાંજે પાછા ઘેર આવજો.” સૌ ઘેરથી નીકળ્યા. ધન્નો તે જ્યાં અનેક જાતનાં ટોરે વેચાતાં હતાં ત્યાં ગયો. ફરતાં ફરતાં એની નજર એક સુંદર અને મજબુત ઘેટા ઉપર પડી. એણે એ ઘેટ ખરીદી લીધે, અને ઘર તરફ પાછો ફર્યો. રસ્તામાં ઘેટાં સહિત રાજકુંવર મળ્યા. રાજકુંવરને ઘેટાં લડાવાને શેખ હતો. આથી રાજકુંવરે ધન્નાને પૂછ્યું: “કેમ ભાઈ, ઘેટે લડાવે છે ? ” ધન્નાએ કહ્યું. “કાની ના છે? પણ જેનો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44