Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ શ્રી જૈન શાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણનું સ્થાન લેખક – શ્રી સર્વજ્ઞશાસનરસિકોપાસક (ગતાંકથી ચાલુ) કીતિની ભૂખ પરલોકને નહિ જોનાર કે નહિ માનનાર આત્માને જેમ વિષથની ભૂખ હેાય છે તેમ કીર્તિની પણ તેટલી જ ભૂખ હોય છે. એ કીર્તિની ભૂખ ભાંગવા ખાતર, અન્ય રીતિએ કીર્તિ મેળવવા માટે સર્વથા અસમર્થ નિવડેલા, વર્તમાનના માનવીઓને ઇતિહાસ અને શિલાલેખે એ એક રીતિએ ઘેબરના ભજનની ગરજ સારે તેમ છે. ભવિબની પ્રજાને પ્રેરણા પામવા લાયક કેઈ પણ જાતિનાં તેવાં મહત કાયો જીવનમાં ન થયાં હોય તે પણ પિતાનું જીવન બીજા કોઈ ન લખે તે છેવટ પિતાના હાથે લખીને પણ ભવિષ્યમાં ઐતિહાસિક પુરૂષ બનવાના કેડ પૂરા કરવા એવી ઈચ્છા આજે ઘણુઓને થઈ છે. પરલોકને નહિ જોઈ શકનાર અને કેવળ આ લોક જેટલી જ દુનિયા છે એમ માનનારને એવા કોડ ઉત્પન્ન ન થાય એ કદી બનતું નથી. એવી જ વૃત્તિના મનુષ્યની એક કહેવત છે કે-“નામ રહે કાંતિ ગીતડે કે કાંતિ ભીતડે, અર્થાત્ જેને પિતાનું નામ આ લેકમાં અમર કરવું હોય તેઓ માટે માત્ર બે જ માર્ગ છે એક તે પિતાના નામના ગીતડાં પુસ્તકમાં ગુંથાવવાં અથવા તેને ભીતમાં લખાવવાં. જેટલા પ્રમાણમાં તે બે કાર્યો અધિક થઈ શકે તેટલા પ્રમાણમાં તે નામ અધિક સમય સુધી આ દુનિયામાં ટકી શકે છે. જેઓએ તે બેમાંથી એક પણ કાર્ય ન કર્યું તેઓ જીવતાં ગમે તેટલા મહાન હોય પણું જીવન બાદ તેઓને કોઈ યાદ કરવાનું નથી. પિતાની હયાતિબાદ આ લોકમાં પોતાના નામને અમર બનાવવાનું આ એક જ ઉપાય છે અને એવા જ કોઈ કારણે આજના કેટલાક ભણેલાઓમાં ઐતિહાસિક પ્રમાણને નાદ ખૂબ જ વધતો જતો હોય તે ના કહી શકાય તેમ નથી. એ નાદને જન્મ સત્યના પ્યારમાંથી નથી, કિન્તુ પિતાનું નામ અમર કરવાના પ્યારમાંથી થયેલ છે. નાસ્તિકતાના વાયુને પ્રચાર આ જમાનામાં જોરદાર છે અને એમાંથી પરલોકને બિલકુલ નહિ માનવા જેવી વૃત્તિ લગભગ સર્વત્ર ઉભેલી છે. એવી પરિસ્થિતિમાં આગમ પ્રમાણ કરતાં ઐતિહાસિક પ્રમાણ વધારે સુખાળુ અને રૂચિકર નિવડે એ સહજ છે. શાસનની અસેવા પરંતુ એ રીતીએ થયેલો ઐતિહાસિક દ્રષ્ટિનો વિકાસ એ આગમ પ્રમાણ જેવા સર્વોત્તમ મહાપ્રમાણુ ઉપર આડકતરી રીતિએ કુઠારાઘાત કરનારે છે, એ ભૂલવું જોઈતું નથી. એતિહાસિક દષ્ટિના નામે સર્વોત્તમ આગમ પ્રમાણુ પ્રત્યે લોકો મંદ આદર કે અનાદરવાળા બની જાય તે લાભને બદલે હાનિ ઘણી છે. તુચ્છ વ્યક્તિઓને ભવિષ્યમાં મહાન બનવાના કેડ પાર પડે તે ખાતર મહાન વ્યકિતઓ અને તેમનાં શાસને ભવિષ્યમાં અનાદરણુય કે અલ્પાદરણીય બને, તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44