________________
વરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી ચાલુ)
શિલાલેખને સાર આ શિલાલેખમાં ૪૦ લીટીઓ છે જેને સાર અનુક્રમે નીચે મુજબ છે. (૧) શ્રી હીરવિજયસૂરીશ્વર સલ્ટને નમરકાર છે. (૨) શકે ૧૫૦૯ વર્ષે ફાગણ સુદીરના દિવસે (ખંડિત છે.) (વિ. સં. ૧૯૪૪)
(૩ થી ૧૦) અકબરનાં વિશેષ છે. સમસ્ત રાજાઓ જેના ચરણે નમે છે, ન્યાય અને સત્યપ્રિયતામાં તથા મદિરા (દારૂ) આદિ દૂર કરવા વડે પહેલાં થયેલાં રામચંદ્ર, યુધિષ્ટિર અને વિક્રમાદિય સરખા અને શ્રી હીરવિજયસૂરિજીની ચંદ્રમાન મધુરી વચનદેશના સાંભળી જેને ઘણી જ દયાતા ઉત્પન્ન થઈ છે, અને જેણે દયાદ્ધ પરિણતિ વડે સમગ્ર દેશમાં પર્યુષણ પર્વના દિવસે (૧ર દિવસ છે.), જન્મ માસને ૪૦ દિવસે; વર્ષના બધા રવિવારે ૪૮ અને છ દિવસો બીજા મળી કુલ ૧૦૬ દિવસ દરેક જીવને અભયદાનનું ફરમાન આપ્યું છે. એવા સુંદર નિર્મળ થશવાદવાળા અને ધર્મકૃત્ય કરનાર અકબરના રાજ્યકાલમાં.
(૧૧) વૈરાટ નગરનું વર્ણન શરૂ થાય છે, જેમાં પાંડેની વિવિધ ક્યાઓ સંભળાય છે.
(૧૨) વેરાટનગરમાં તાંબા અને ગરિક ધાતુની ગેરૂની) ખાણે છે જેમાં અનેક નિધાન-ધનનિધિઓ-ગુપ્ત ભંડારે છે, તેને ઉલ્લેખ છે. (આઇને અકબરીમાં પણ લખ્યું છે કે વેરાટમાં તાંબાની અનેક ખાણ છે.) આ વિરાટ નગરમાં શ્રીમાલણાતીય રાકયા ગોત્રીય સં. (સંધપતિ ના હા તેમની સ્ત્રી દેલ્હી (નાહા સંધપતિના ભાર્યા). તેને પુત્ર સં. ઈસર તેની પત્ની ઝબકુ તેનો પુત્ર સં. રતનપાલ તેની પત્ની મેઈ તેને પુત્ર સં. દેવદત્ત તેની ભાથી (પત્ની) ધમૂ તેને પુત્ર ભારમલ્લ કે જેને પાતશાહ, (બાદશાહ અકબર) અહીંથી આગળનો ભાગ ખંડિત છે. પરંતુ બાદશાહે તેને બહુમાન આદર આપ્યું હશે એમ લખ્યું હશે પણ તે ભાગ જ ખંડિત છે.
(૧૪) ટોડરમલે જેને બહુમાન આપવા પૂર્વક ઘણું સારા ગામના અધિકારી બનાવ્યું હતું અને તેણે પણ પિતાના અધિકારથી પ્રજનું સારી રીતે પાલન કર્યું હતું તે સં. ભારમલ તેની પત્ની.....નામ ખંડિત છે.
(૧૫) તેને પુત્ર ઇતરાજ થયો, તેની પ્રથમ પત્નીનું નામ જયતિ અને બીજી પત્નિનું નામ દમા (દમયંતી હશે તેને પુત્ર સં ચૂહડમલ, તેને ઇન્દ્રરાજનો)
પ્રથમ લધુ ભ્રાતા અજયરાજ ખંડિત છે. જેમાં તેની સ્ત્રીનું નામ હશે. Jain Education In 1 ટોડરમલ સમ્રાટ અકબરને મહેસુલખાતાને મુખ્ય પ્રધાન તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org