Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ એ જ રીતિએ તત્વની સિદ્ધિ માટે એકાન્તવાદનો આગ્રહ સેવનારા દર્શન કારેને પણ અનેકાન્તવાદને સ્વીકાર કર્યા સિવાય ચાલતું નથી એમ તેઓનાં જ વચનથી પૂર્વે પુરૂષોએ સિદ્ધ કરી બતાવ્યું છે, અને તેમ દર્શાવી અનાપ્ત પુરૂષના વચનકારાએ પણ આપ્તવચન ઉપર પ્રીતિ ઉત્પન્ન કરાવી શકાતી હોય તે તેને લાભ લેવાનું તેઓએ ડયું નથી. - અબબ એ પાપ છે, એ સિદ્ધ કરવા માટે શ્રી સર્વવચન, એ પ્રમાણરૂપ હેવા છતાં પણ તેવા પ્રકારની ગ્યતાવાળા આત્માઓને સર્વવચન ઉપર દૃઢ તાંતિ પેદા કરાવવા માટે કામશાસ્ત્રકારના કથનને પણ આધાર આપીને આપ્તવચનની સિદ્ધિ કરી છે. નિર્વિચાર શ્રદ્ધા આ સઘળા પ્રયત્નની પાછળ શ્રી જૈન શાસનના પરમ ઉપાસક ઉપકારી મહા પુરૂષોને ઇરાદો એક જ છે કે ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાવાળા છો કોઈ પણ પ્રકારને પામી સર્વ વચન પ્રત્યે દઢ આસ્થાવાળા બને, કારણ કે સર્વજ્ઞવચન ઉપર નિર્વિચાર શ્રદ્ધા પેદા થયા સિવાય કંઈ પણ આત્મા પિતાનું આત્યંતિક હિત સાધી શકનાર નથી. અહીં નિર્વિચાર શ્રદ્ધા એ શબ્દ પ્રયોગ કરવાની મતલબ એ છે કે સર્વજ્ઞવચનમાં પણ જ્યાં સુધી યુતિ ભાગવાની વૃત્તિ છે ત્યાં સુધી સંપૂર્ણ સંસારનો ત્યાગ સ્વરૂપ આત્મમુકિત માટેની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા આદરવા જેટલું બળ આત્મામાં પ્રગટી શકતું નથી. મા પ્રત્યે બાળકને નિર્વિચાર શ્રદ્ધા હેવાના કારણે જ તે નાનાનું મોટું થઈ શકે છે. અન્યથા મા પાસે “હું તારી હિતસ્વિની છું' એમ સમજાવવાની કોઈ પણ યુકિત બાળક સમજી શકે તેવી ભાષામાં આપવાનું સામર્થ્ય હેતું નથી, છતાં પણ મા ખરેખર હિતસ્વિની હોવાથી તેના કથન ઉપર નિર્વિચાર શ્રદ્ધા રાખનાર બાળક કંઈ પણ રીતિએ ઠગાતા નથી. તે અવસ્થામાં બાળકનું હિત સાધવા માટે માતા પાસે કે બાળક પાસે અન્ય કોઈ ઉપાય છે જ નહિ. શ્રી. સર્વજ્ઞવચન અજ્ઞાન અને અસમર્થ એવી માતાની જેમ યુકિતઓ ન આપી શકે તેમ નથી તે પણ તે યુકિતઓને સમજવાની લાયકાત સુધી જેઓ પહેંચ્યા નથી તેવા આત્માઓ વિશ્વાસ ધારણ કરનારા ન બને તે કદાપિ કાળે તેઓ પિતાનું હિત સાધી શકે નહિ. એ જ કારણે જે કોઈ રીતિ અખત્યાર કરીને શ્રીસર્વજ્ઞવચન ઉપર અવિચલિત શ્રદ્ધા પેદા કરાવી શકાતી હોય તે સઘળી રીતિઓને સ્વીકાર કરવા માટે પરમ કાણિક મહાપુરૂષો સદાય તૈયાર હોય, એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી. ઉપર્યુકત દષ્ટિએ આજના જમાનામાં પણ ઐતિહાસિકાદિ કોઈ પણ પ્રમાણુના આધારે શ્રી સર્વજ્ઞવચન ઉપરની પ્રતીતિ અત્યંત દુર કરી શકાતી હોય તે તે અત્યન્ત આદરણીય છે અને તેવા પ્રકારનો પ્રયત્ન કરનારા શ્રી જૈન શાસનની ભારેમાં ભારે સેવા બજાવી પિતાને આત્મા માટે અનહદ લાભ ઉઠાવે છે, પરનું ઐતિહાસિક આદિ પ્રમ નાં નામે જે આપ્ત વચનની જ અવગણના કરાતી હોય અને એ દ્વારા સર્વ જયેષ્ઠ કોત્તર આગમ પ્રમાણને મહિમા લકેના અંતર ઉપરથી નષ્ટ કરવાને સ્વપરઘાતક Jain Education પ્રયાસો થતો હોય તે તે સર્વથા છેડી દેવા યોગ્ય છે. www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44