________________
[૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
-
૩ રૂખ્યપાત્ર સમાન—ઉત્તમ દેશવિરતિને ધારણ કરનારા શ્રાવકોને રૂપાના વાસણ જેવા જાણવાં.
૪ તામ્રપાત્ર સમાન–જિનેશ્વર દેવે કહેલી પદાર્થોની બીના સાચી જ છે, શ્રી વીતરાગનું શાસન એ જ પરમાય છે. આ શાસનમાં તીવ્ર લાગણી ધરાવનારા પ્રમાદિ છે પણ મા પામીને સંસારને તરી જાય છે આવી લાગણી મને ભભવ થજો, એવી દૃઢ શ્રદ્ધાવાળા શ્રાવકે તાંબાના વાસણ જેવા કહ્યા છે. તીવ્ર કર્મોના પશમથી પરલોકમાં પણ હિતકારી એવા જિન વચનને વિધિપૂર્વક સાંભળે તે શુક્લપાક્ષિક શ્રાવક અથવા ઉત્કૃષ્ટ પ્રાવક કહેવાય. આ બાબત પંચાશકમાં કહ્યું છે કે -
परलोयहियं सम्मं, जो जिणषयणं सुणे उपउत्तो।
आइतिख्यकम्मविगमा, सुक्कोसो साधगो एस्थ ॥१॥ આ શ્રાવકના ૧ બારવ્રતધારી (દેશવિરતિ) શ્રાવક અને ૨ સમ્યગુદષ્ટિ શ્રાવક, એમ બે ભેદ છે. તેમાં આનંદ વગેરે-પહેલા નંબરના શ્રાવક કહેવાય, અને કૃષ્ણ શ્રેણિક રાજ વગેરે બીજા નંબરના શ્રાવકે જાણવા. જ્યારે શ્રી ઋષભાદિ તીર્થકર દેવ વિચરતા હોય ત્યારે શ્રેષાંસ કુમાર જેવા ભવ્ય અને રત્નપાત્રને દાન દેવાને પ્રસંગ મળે, તે સિવાયના કાલમાં પણ શાલિભદ્રાદિકે પૂર્વમાં માસખમણના પારણાવાલા બીજા નંબરના • મુનિરાજને સુપાત્ર દાન દઈ આત્મોન્નતિ સાધી, તેમજ રથકારે બલભજીને વહેરાવી પાંચમા બ્રહ્મદેવકની દૈવિક ઋદ્ધિ સાધી. તે જે ન મળે ત્યારે ત્રતધારી શ્રાવકને જમાડે, તે ન હોય ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકને જમાડ્યા બાદ ઉત્તમ શ્રાવકો ભજન કરે. એ પ્રમાણે ચાર પ્રકારના ગ્રાહકના દમ પ્રમાણે કલમાં પણ તરતમતા પડે છે. એટલે પ્રથમ નંબરના શ્રીતીર્થકરને દાન દેતા સર્વોત્તમ અધિક લાભ થાય. આ સ્થળે યાદ રાખવું કે-ભવ્ય જીને જ આ દાનને પ્રસંગ મળી શકે છે. કારણ કે આત્મપ્રબોધાદિ અનેક ગ્રંથમાં કહ્યું છે કે અભવ્ય જીને સુપાત્રદાન, ઈદ્રપણું વગેરે સાડત્રીસ ઉપરાંત લાભ મળી શકતા નથી. આવું દાન દેનાર મોડામાં મેડા ત્રીજે ભવે અને વહેલામાં વહેલા શ્રેયાંસકુમાર વગેરેની જેમ તે જ ભવમાં પણ મુકિત પદ પામે છે. મુનિરાજ વગેરેને દાન દેતાં તેથી ઉતરેલું ફલ જાણવું. સમ્યકધારી જીને દાન દેતાં જે લાભ થાય, તેથી વ્રતધારી શ્રાવકને દાન દેવામાં વધારે લાભ થાય. અને તેથી અનુક્રમે મુનિરાજ અને શ્રીમતીર્થકર દેવને વહેરવામાં અધિક લાભ જાણ.
દાયક (શ્રાવક) ના ગુણ સુપાત્ર દાનના દેનારા ભવ્ય જીવોએ સુપાત્રના ગુણમાં અને દાનના ગુણમાં બહુમાન ધારણ કરવું જોઈએ. અને “દાન દેવાથી મને ધન પુત્રાદિ સાંસારિક પદાર્થો મળે” એવું નિયાણું ન જ કરવું જોઈએ. અને આ સિવાયના બીજ ગુણાએ કરીને સહિત થઇને મુનિને દેષ રહિત અશન પાનાદિ વહેરાવવું જોઈએ. સ્ત્રકારોએ દાયક અને ગ્રાહકના જાણપણું અને અજાણપણના સંબંધમાં ચઉભંગી (ચારભાગા) આ પ્રમાણે કહેલ છે–૧ ગ્રાહક અને દાયક બને દેવા કે લેવા લાયક પદાર્થનું સ્વરૂપ જાણતા હોય (આ ભાગે ઉત્તમ જાણ.) ૨. ગ્રાહક જાણકાર હોય પણ દાયક જાણકાર ન છે. ૩. ગ્રાહક અજાણ હોય અને દાયક જાણ હોય. (આ બે ભાંગા મધ્યમ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org