Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ દુલભ પંચક [ ૫] * ગ્રાહક અને દાક બંને અજાણુ. (આ ભાંગે નિષિદ્ધ છે.) સુપાત્ર દાનનું ફળ જે ભવ્ય છે સુપાત્રને શુદ્ધ દાન આપે છે તેમનાં કર્મોની એકાંતે નિર્જ (ધીમે ધીમે કર્મોને ક્ષય) થાય છે. એટલે તેવું દાન બંનેને લાભ દાઈ છે. અને (૧) ઉનાળા હોય, (૨) વિશાલ અટવી આદિના પ્રસંગે ગોચરીની દુર્લભતા મુશ્કેલી હોય અને (૩) દુકાળ જેવો પ્રસંગ હોય, આ ત્રણમાંના કોઈ પણ કારણથી ઉત્તમ શ્રાવકો (તીર્થકર મુનિરાજ) સુપાત્રને ધર્માધાર શરીરના ટકાવ વગેરે ઈરાદાથી ઈતર (કાંઈક સદષ) આપે તે પણ ઘણી નિર્જરાને લાભ પામે. જો કે અહીં સુપાત્રના નિમિત્તે થતા આરંભાદિના કારણે શ્રાવકને કિંચિત્ દોષ લાગે, તો પણ ઘણું લાભની અપેક્ષાએ તે શા હિસાબમાં કહ્યું છે કે–આ ત્ર સ્ત્રાણાવિ ત્રાનિt ! આ વિચાર સર્વાનુમય શ્રીપંચમાંગ ભગવતી સૂત્રના આધારે વર્ણવ્યો છે. આ બીના, શ્રાવકાદિ દાયકને એમ પણ્ પ્રેરણા કરે છે કે શ્રાવકોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણકાર થવું જોઈએ. વ્યાખ્યાન શ્રવણાદિકથી જરૂર તેવા થઈ શકાય. ખાસ પ્રજનન સિવાય શ્રાવક કદી પણ સુપાત્રને ઈતર (સાપ) આહાર આપે જ નહીં, તેમ મુનિરાજ આદિ સુપાત્ર પણ પૂછવું વગેરે સાધનો દ્વારા આહારાદિ નિર્દોષ છે એમ જાયા બાદ ગ્રહણ કર. ત્યાં જે તે વસ્તુના નિર્દોષપણામાં લગાર પણ શંકા પડે તે તે પદાર્થ પ્રહણ કરશે જ નહિ. અને વધુમાં એવા પ્રસંગે સંયમ રાગી થઈ જરા પણ કચવાયા સિવાય આનંદથી એમ માને કે મને તપને લાભ થશે. વળી ઉત્તમ શ્રાવકોએ મુનિરાજને ઈતર (સલ) આહાર દેવાના પ્રસંગે આ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે-ગીતાર્થની સલાહથી ગ્લાનાદિ મુનિરાજને ઈતર (સદષ) આહાર દેવામાં પણ જરૂર લાભ મળે છે, કારણ કે તેવા પ્રસંગમાં પ્લાનાદિ સાધુની સંયમ ભાવનાના ટકાવ વગેરેમાં પિતે નિમિત્તરૂપ થાય છે. ગ્રાહક સુપાત્ર પણ પોતાને દીવા જે ઉત્સર્ગ માર્ગ ન જ ભૂલે, જ્યારે શુદ્ધ ગોચરી મળતી હોય, ત્યારે તે સુપાત્ર મુનિરાજ જ વગેરે સંયમી આત્માઓએ પ્રમાદ રહિત થઈને અમુક સ્થલે શુદ્ધ ગોચરી ન મલી તે બીજા સ્થલે મળશે, ત્યાં કદાચ ન મલી તે ત્રીજા સ્થલે મળશે, એ પ્રમાણે માધુકરી ભિક્ષાને વ્યવહાર યાદ કરી વહેરવા જવામાં લગાર પણ આળસ ન કરવી જોઈએ. એ પ્રમાણે વર્તવામાં જ એષણ સમિતિ જળવાય છે. વળી અજાણ શ્રાવક ન કલ્પે તે પદાર્થ આપે તે તેને શાંતિપૂર્વક કહેવું કે-આ પદાર્થ અકથ્ય હોવાથી અમે ન લઇ શકીએ અને તમારે પણ ન દેવે જોઇએ, એમ સવિસ્તર સમજાવે, પણ તેના ઉપર જરા પણ ગુસ્સે ન થાય. આનું ખરું તાત્પર્ય એ છે કે નિર્મલ શીલ વ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હેઈ શકે જ નહિ, તે (શીલની ૧ અહીં ખાસ પ્રયજન શબ્દથી સાધુ મુનિરાજ શ્વાન, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે હોય તેવાં કારણે લઈ શકાય. તેમાં પણ અનુભવી વિદ્યાદિક અને ગીતા આચાર્ય વગેરે ગાવની અંતરંગ સત્ય સંમતિ જરૂર હોવી જ જોઈએ. કારણસર થતી પ્રવૃત્તિમાં પણ - મકાને પાયોગ કરાય જ નહિ. આ બધી બીના વિશિષ્ટ ગુરગમથી ઉત્તમ માવ જરૂર નમુવી નેઇએ અને જે બાવો તેમ કરે તે જ સાધુના સંયમની આરાધનામાં માવો ખરીરીતે મનગર મહી થાય. થravorg

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44