Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ અંક ૫] યશપાહામાં પ્રતિષ્ઠા - [૩૫]. ઊ ચા પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરવામાં આવતી હતી અને તે ચલ પ્રતિમા તરીકે પૂજાતી હતી. (૫) સ્ફટિકમય મૂતિ ઉપર શિલાલેખ કેતર અશકય હેવાથી તેને બધો ઈતિહાસ ભવિષ્યની પ્રજા માટે જળવાઈ રહે તે શુભ આશયથી એ મૂતિને લગતી બધી વિગત એ પિત્તલમય પરિકરની પાછળ લેખ રૂપે લખવામાં આવેલ છે. (આ વિશેષતા ખરેખર અદ્વિતીય છે.) આ સ્ફટિકમય મૂતિને લગતો લેખ પિત્તલમય પરિકર ઉપર અક્ષરશઃ આ પ્રમાણે છે— संवत् १४९६ वर्षे ज्येष्ठ शुदि १० बुधे श्रीपसननगरवास्तव्य श्री श्रीमालज्ञातीय व्य. कर्मसिंह भार्या गोई सुत व्य, मालदे भार्या कामलदे सुत व्य. गोविन्देन भार्या गंगादे सुत हरिचन्द देवचन्द भ्रातृज उदयराज भ्रातृ. व्य. केल्हा हीरा वोरा पाता भ्रातृज भोला दत्ता मांडण माणिक विजा गजादि सुकुटुम्बयुतेन स्वश्रेयसे श्रीचन्द्रप्रभस्वामिस्फटिकरत्नबिम्ब पित्तलापरिकरविराजितं कारितं । प्रतिष्ठितं च श्री तपागच्छनायक श्रीदेवसुन्दरसरिपद्देश युगप्रवर श्रीसोमसुन्दरसूरिभिः । श्रीः। આ આખો લેખ પડિમાત્રામાં લખાયેલ છે અને પાંચ વર્ષને ગાળો વીત્યા છતાં તેને એક પણ અક્ષર મંડિત થયો નથી. આ લેખનો સાર એ છે કે પાટણના રહેવાસી અને શ્રીમાલ જાતિના શેઠ કર્મસિંહના પુત્ર શેઠ માલદેના પુત્ર શેઠ શેવિંદે પિતાના કુટુંબપરિવાર સાથે સંવત્ ૧૪૬ના જેઠ સુદિ ૧૦ ને બુધવારે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું સ્ફટિકરનું બિંબ પિત્તલમય પરિકરમાં બિરાજમાન કર્યું, અને તેની પ્રતિષ્ઠા શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિજીએ કરી. જિનબિંબ સ્ફટિકનું હેય અને તેને ધાતુમય પરિકરમાં બિરાજમાન કરીને તેને સંપૂર્ણ ઈતિહાસ એ પરિકરમાં સુરક્ષિત કર્યો હોય એ કદાચ આ પહેલે જ દાખલો હશે. આ લેખમાંના રિઝારિયાનિત કરિ શબ્દ ઉપરથી એવું પણું અનુમાન કાઢી શકાય કે એ ફટિકમય શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ૧૪૯૬ની સાલથી પણ પુરાતન હોય અને કોઈ પણ જાતના પરિકર વગરનું હોય, અને તે સુરક્ષિત રહે એ આશયથી તેને એ પિત્તલમય પરિકરમાં પધરાવવામાં આવ્યું હોય. આ મૂર્તિ અંગેની આ વિશેષતા જેવી જ બીજી પણ એક વિશેષતા મળી આવી છે જે અહીં બેંધવી જરૂરી છે. - પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરેલી આ પ્રતિમા, આ દેરાસરને Jain Educationહાર કર્યા પહેલાં, જે ગાદી ઉપર બિરાજમાન હતી તે ગાદી જ્યારે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44