Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રુતસ્કંધ વગેરે, ત્યારે આ પવિત્ર નમસ્કાર મંત્રને પંચબંગલ મહાકતર કહેવામાં આવે છે. એટલું જ નહિ પણ તેને સર્વ શ્રુતસ્કંધમાં વ્યાપક ગણવામાં આવેલો છે. નમસ્કાર મંત્રનો કેટલે અચિંત્ય પ્રભાવ છે તેને આપણને ખ્યાલ આવે તેટલા માટે એ સૂત્રમાં જ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ પંચ નમસ્કાર સર્વ પાપોને પ્રકૃષ્ટપણે નાશ કરનાર છે, અને જગતમાં જે મંગલે છે તે સર્વમાં આ નમસ્કાર મંત્રનું સ્થાન પહેલું છે-મુખ્ય છે. જે વસ્તુમાં આપણું સર્વ પાપોને પ્રચૂપણે નાશ કરવાનું સામર્થ્ય હાલ તે વસ્તુથી આપણને ઐહિક ઇચ્છિત વસ્તુઓ મળે એ તે સહેજે સમજાય તેમ છે. ડાંગરને પાક જે વડે પેદા કરી શકાય તેવું હોય તે વડે ઘાસ તે આપોઆપ મળી જાય એમાં તે વિચાવાનું જ શું ? જે નમસ્કાર મંત્રના સ્મરણથી સર્વ પાપને નાશ થઈ છેવટે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે તે નમસ્કાર મંત્રના પ્રભાવથી ઐહિક ઈચ્છાઓ પૂર્ણ થાય અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય શું? પરંતુ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ શુભ ક્રિયા સમજીને તેમાં અંતરંગ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી ઉપયોગ અને વિધિ સહિત કરવામાં આવે તે જ તે શ્રેષ્ઠ ફળ આપનારી થાય છે. શ્રદ્ધા હોય પણ તે સમજપૂર્વકની ન હોય, અથવા તે હોવા છતાં પણ ક્રિયા કરતી વખતે તેમાં યથાર્થ ઉપયોગ ન હોય, અથવા તે તે વિધિસહિત કરાતી ન હોય, તેને માટે જે આદર અને બબાન રાખવું જોઈએ તે રાખવામાં આવતું ન હોય, ક્રિયા કરતી વખતે ન્યચિત્ત હોય તો તે ક્રિયા છે કે તદ્દન નિષ્ફળ જતી નથી, છતાં પણ તે યથાર્થ પતિએ કરવામાં આવે અને આપણે જેવું ફળ મેળવવા ભાગ્યશાળી થઈએ, તેવું ફળ આપનાર તે થઈ શકતી નથી જ. તેથી આપણે માટે ખાસ જરૂરનું છે કે આપણે નમસ્કારમંત્રનું પઠન જાપ કે ધ્યાન કરીએ તે વખતે, પાંચે પરમેષ્ઠિ ભગવાને પ્રત્યે સંપૂર્ણ આદર અને બહુમાન રાખી, સર્વ પાપનો નાશ કરનાર પરમેષ્ઠિમંત્ર જાપ કરવાને, તેનું સ્મરણ કરવાને, તેનું ઉચ્ચારણ કરવાને આપણને પ્રસંગ પ્રાપ્ત થાય તે માટે હૃદયમાં ખરેખર આલ્હાદ લાવી અને અહોભાગ્ય સમજી તીવ્ર ઉપયોગ સહિત આપણે આપણું કાર્ય કરવું. પણ આ પ્રમાણે થાય કયારે? આ મહત્ત્વને પ્રશ્ન છે. એ પ્રશ્નને વિચાર કરતાં આપણને સમજાય છે કે જે નમસ્કારમંત્રને દરેક શબ્દની અને દરેક પદની વ્યાખ્યા આપણી સમાજમાં સારી રીતે આવે અને એ નમસ્કાર મંત્રના પાઠથી જેઓને આગળ અહિક અને આમુમ્બિક લાભ મા હોય તેવાં દષ્ટાંતે આપણી સમક્ષ ખડાં હેય, તે આપણી શ્રદ્ધા પરિપકવ થાય, અને આપણે ઉપગ સતેજ રહે, તેમજ આપણે આદર અને બહુમાન પણ અત્યંત વૃદ્ધિ પામે. આથી એ તરફ આપણું લક્ષ દોડાવીએ. આ નમસ્કારસંવમાં આપણે ૧ અરિહંત, ૨ સિદ્ધ, 2 આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુએ પાંચને નમસ્કાર કરીએ છીએ. આપણે સર્વ ઈચ્છીએ છીએ કે આપણે આત્મા જે અનાદિ કાળથી આઠ પ્રકારનાં કર્મોના ફસામાં ફસાઈ જઈ પોતાનું અનન્તજ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય વગેરે ધન બે બેઠેલે છે તે તે ફસામાંથી છુટ અને Jain Educat પિતાનું ખરું સ્વરૂપે પ્રગટ કરવા સમર્થ થાય. આપણે ઈચ્છીએ છીએ કે આપણું www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44