Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ અક પ1 શ્રી નમસા મહામત્ર-મહાગ્ય [૩૧૯] અનાદિકાળથી થતું પરિભ્રમણ બંધ થાય, અને આપણે સાદિ અનંતકાળ અક્ષય સુખમાં રહીએ. આ આપણી ઈચ્છા અરિહંત આદિ પાંચને નમસ્કાર કરવાથી કાળાંતરે પણ સફળ થઈ શકે તેમ હોય તે આપણે નમસ્કાર સહેતુક છે, સફળ છે. આપણે આટલું તે કબૂલ રાખવું જોઈએ કે આપણે અમુક ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ તે આપણે તે ગુણ તરફ અને તે ગુણ પ્રાપ્ત કરાવવામાં જે આપણા ઉપકારી હોય તેના તરફ આદર અને બહુમાન રાખવા જોઈએ, અને તે ગુણને અને તે ઉપકારકને ખૂબ ભક્તિથી પૂજવા જોઈએ. ગુણ કાંઈ એવી વસ્તુ નથી કે જે આંખેથી દેખી શકાય, અથવા બીજી કોઈ પણ ઇન્દ્રિયને ગોચર થઈ શકે. ગુણને ભજવે અથવા ગુણ તરફ બહુમાન રાખવું એટલે એ ગુણ જેઓમાં રહેલો હોય તેની સેવા કરવી, તેનું બહુમાન કરવું. ગુણ ત્યાં ગુણ અને ગુણ ત્યાં ગુણ, આમ વસ્તુસ્થિતિ હોવાથી અરિહંતાદિ પાંચમાં જે એવા ગુણ હોય કે જે આપણી એક્ષપ્રાપ્તિનું અનન્તર કે પરંપરાથી કારણ થઈ શકે તો આરહેતાદિને કરવામાં આવતા નમસ્કાર ખરેખર સાર્થક છે, તેમજ જરૂર છે, શ્રી અરિહંત ભગવાનને મુખ્ય ગુણ સમ્યગુદર્શનાદિ રૂપ મેક્ષમાર્ગ બતાવવાનો છે. તે માગ જે આપણે જાણવામાં આવે તે આપણે તે માર્ગે પ્રયાણ કરી શકીએ, અને પરિણામે મેક્ષનગર પહોંચી શકીએ. તેથી પરંપરાથી અરિહંત ભગવાન આપણી એક્ષપ્રાપ્તિના હેતુ છે. સિદ્ધ ભગવાનને મુખ્ય ગુણ અપ્રવિણુશ યાને શાશ્વતપણું છે. એ ગુણ આપણું જાણવામાં આવે તે મેક્ષનું સુખ અક્ષય છે, શાશ્વત છે એમ આપણી પ્રતીતિ થાય અને તે પ્રાપ્ત કરવા માટે રૂચિ અને પ્રીતિ પણ વધે. આચાર્ય મહારાજ સમ્યગદર્શનાદિ મેક્ષ માર્ગ જે આચાર પાળવાથી સુલભ્ય થાય છે તે આચાર પાળનારા હોય છે અને તેનો સતત ઉપદેશ કરે છે, તેથી આપણે તે આચારના જાણકાર બની તે આચારને વર્તનમાં મૂકવાવાળા થઈ શકીએ છીએ. ઉપાધ્યાય મહારાજ પોતે વિનીત શિષ્યમાં કર્મ કરવાને સમર્થ એવા નાનાદિનું વિનયન કરે છે, તેથી તેઓ મહા ઉપકારી છે. તેમજ સાધુ મહારાજાએ મેક્ષપ્રાપ્તિની લાલસાવાળા જીવોને તે માટે કરવાની ક્રિયામાં સહાયક થાય છે, તેથી તેઓનો ઉપકાર પણ ઘણે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે અરિહંસાદિ પાંચ આપણને મોક્ષપ્રાપ્તિના કાર્યમાં એક અથવા બીજી રીતે ખરેખર ઉપકારી છે. આ કથનના સમર્થમાં શ્રી વિશેષાવસ્યકની નીચેની ગાથા ધી રાખવા જેવી છે – मग्गो अधिप्पणासो आयारे विणयया सहायसे । पंचविहनमोकारं करेमि पएहिं हेऊहिं (मार्गोऽधिप्रणाश आचारो विनय : सहायत्वम । पञ्चविधनमस्कारं करोम्यैतेर्हेतुभिः] આ પ્રમાણે અરિહંતાદિ પાંચને નમસ્કાર કરવા માટે સામાન્ય પ્રકારે હેતુઓ આપણે જોયા; તેથી એ પાંચે પૂજ્ય તરફ આપણે ભક્તિભાવ રાખ જરૂર છે એમ આપણને Jain Educationલાગે છે. એઓનું વિશેપ સ્વરૂપ કાંઈક જુણવામાં આવે તો આપણે ભકિતભાવ વિશેષ nelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44