________________
શ્રી જૈન સત્ય પ્રકાર
=
ર ક મા સ િ
વધે, તેમજ સામાન્ય પ્રકારે જે હેતુઓ આપણે જોવા તે સંબંધમાં પણ વિશેષ ચર્ચાત્મક જાણવાનું મળે તે એ હેતુઓની વાસ્તવિકતા આપણામાં દર રીતે ઠસી જાય. આપણે તે પરત્વે કાંઈક વિચાર કરીએ.
અરિહંત ભગવાન મેક્ષના હેતુ હોવાથી પૂજ્ય છે એમ કહેવાયું છે. પરંતુ મેક્ષના હેતુ તે સમ્યગદર્શનાદિ છે, એ હોય તે મોક્ષના સદ્ભાવ છે, અને એના અભાવે તેને અભાવ છે. અરિહંત ભગવાન તે સમ્યદર્શનાદિ માર્ગને ઉપદેશ આપે છે તો એમને મોક્ષના હેતુ શા માટે માન્યા? આના ઉત્તરમાં જણાવવાનું કે સમ્યગ્ગદર્શનાદિ માર્ગ જ મેક્ષને હેતુ છે એ વાત તે સત્ય છે, પરંતુ તે માર્ગના ઉપદેશકપણાથી તે ભાર્ગ તેમના આધીન હોવાથી તેઓ તેના હેતુ કહી શકાય. અથવા બીજી રીતે પણ સમાધાન થઈ શકે તેમ છે. કારણમાં કાર્યોને ઉપચાર થઈ શકે છે. એટલે કે કારણમાં કાર્યનું આપણું થઈ શકે છે. જેમકે ઇસ નાયુ વૃતધી એ કાંઈ આયુષ્ય નથી, પણ આયુષ્યનું કારણ છે. છતાં કારણમાં કાર્યને ઉપચાર કરીને તને જ આયુ કહેવામાં આવે છે. તે પ્રમાણે મોક્ષનું હેતુપણું સમ્યગદર્શનાદિ માર્ગમાં રહેલું છે, અને સમ્યગુદર્શનાદિ માર્ગ બતાવનાર અરિહંત ભગવાન હોવાથી અરિહંત ભગવાન સમ્યગદર્શનાદિ માર્ગરૂપ કાર્યના કારણુ છે. એ કારણમાં કાર્યને ઉપચાર કરીએ તે એ કારણને મેક્ષનો હેતુ કહી શકાય. વળી લોકવ્યવહારમાં પણ આપણે અનુભવીએ છીએ કે કારણુનું કારણ હોય તે પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે પ્રથમ કારણની પેઠે જ ઉપાદેય છે. તેથી પણ અરિહંત ભગવાન પૂજ્ય ગણાવવા જોઈએ.
એક બીજી શંકા પણ આ પ્રસંગે ઉઠાવવામાં આવે તે એ છે કે ભાગના ઉપદેશકપણાથી અરિહંત ઉપકારી હોય, અને ઉપકારી હોવાથી મોક્ષના હેતુ કહેવાય તે મોક્ષમાર્ગના સાધનભૂત વસ્ત્ર, પાત્ર, આહાર, શમ્યા, આસન આદિના દાનથી ગૃહસ્થ પણ માર્ગના ઉપકારી ગણાવવા જોઈએ અને તેથી પરંપરાએ સર્વે પૂજ્ય ગણાવવું જોઈએ. આ શંકા અસ્થાને છે, કારણ કે પરંપરાથી ત્રણે જગત ભલે માર્ગોપકારી ગણાય, પરંતુ જ્ઞાનાદિ ત્રય (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) વધારે પ્રત્યાયન-નજદીકનું કારણ છે, તેમજ એકતિક કારણ પણ છે, તેથી એ જ્ઞાનાદિ ત્રય મેક્ષમાર્ગ છે, અને તે માર્ગને ઉપદેશ આપનાર અરિહંત ભગવાનને મોક્ષમાર્ગના ઉપકારી ગણવામાં આવે છે, અને ગૃહસ્થને તેવા ગણવામાં આવતા નથી. તેમજ વસ્ત્ર, આહાર, શયા, આસન આદિ સાધનોને પણ ગણવામાં આવતા નથી. વળી વિશપ એ પણ સમજી લેવાનું છે કે અરિહંત ભગવાનના દર્શન માત્રથી જ ભવ્ય જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી પણ તેમને મોક્ષમાર્ગ સંબોધી શકાય. આમ બે રીતે એક તે જ્ઞાનાદિ માર્ગના દાતપણથી, અને બીજી પોતે જ મોક્ષમાર્ગ ભૂત હેવાથી–અરિહંત જ પૂજ્ય છે, પરંતુ ગૃહસ્થાદિ પૂજય હોઈ શકે જ નહિ.
અરિહંત ભગવાનના સંબંધમાં હાલે આટલી વિચારણા કરી. હવે સિદ્ધ ભગવાન
૧ જુઓ વિ. આ. ગા. ર૪૫-ર૯૪૧. 1 EducatIO એ વિ. આ ગા. ૨૯૪૦૮ કte & Personal Use Only
www.jainelibrary.org