________________
શ્રીનમસ્કાર મહામંત્ર-માહાત્મ્ય
લેખક~~શ્રીયુત સુચ, પુરૂષાત્તમદાસ બદામી
બી. એ., એલએલ. બી. રિટાયડ મે. કા, જજ
નમદાર ભત્ર જેને આપણે નવકારના નામથી જાણીએ છીએ તે સૂત્ર જેને સભાજમાં એટલું બધું પ્રસિદ્ધિ પામેલું છે કે એ નામથી કાઇ પણ જૈન ભાગ્યેજ અજ્ઞાત હાય. નવકારને ગણુનાર અને જૈન એ બે શબ્દો જાણે એકાવાચી હોય તેવા ભાસે છે, માત્ર વ્યવહારથી જ આમ દેખાય છે એમ નહિ, પરંતુ વસ્તુત પશુ આપણે ઊંડા ઉતરીને વિચાર કરીએ તે આપણી ખાત્રી થાય છે કે નવકારના ગણનાર અને જૈન એ જુદા હાઈ શકે જ નહિ. સામાન્ય રીતે અર્થ તપાસીએ તે જૈન શબ્દનો અજિનેશ્વર ભગવાનના અનુયાયી એમ માલુમ પડે છે. અને નવકારના ગણનાર સૌથી પ્રથમ જિનેશ્વર ભગવાનને નમરકાર કરે છે, અને પછી આડે કમને ક્ષય થયા પછી સિદ્ધને નામે ઓળખાતા તેમને અથવા સામાન્ય કેવલીને જે વિશિષ્ટ પર્યાય તેને નમસ્કાર કરે છે. અને ત્યારબાદ એ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંત પ્રમાણે પોતાને આચાર રાખનાર અને તે સિદ્ધાંતાના અન્ય જીવાને ઉપદેશ કરનાર તથા શિષ્ય ગણુને અધ્યયન કરાવનાર અને મેક્ષાભિલાષી જીવાને મેક્ષ માગ માં સહાય કરનાર સૂરિ ભગવંતે, ઉપાધ્યાય ભગવંતો અને મુનિ મહારાજાઓને નમસ્કાર કરે છે. આમ હાવાથી નમકારના ગણનાર અને જૈન એ અન્ને વસ્તુતઃ એક જ હોવા જોઈએ એમ આપણે વિના સાચે નિણૅય કરી શકીએ છીએ.
આપણી અનેક પ્રકારની ધાર્મિક ક્રિયામાં નમસ્કાર મંત્ર સિવાય આપણે એક પગલું પણ ભરી શકીએ તેમ નથી. આપણે પ્રાતઃકાલે નિદ્રામાંથી જાગીએ ત્યાર્થી માંડીને રાત્રે નિવશ થઇએ ત્યાં સુધીમાં આપણે જે જે ક્રિયાઓ કરવાની હોય છે તે બધામાં નમસ્કાર મંત્ર વિના ચાલી શકતું નથી. બીજા સૂત્રા ન આવડે તે તે અન્ય ભાઈ મેલે તે આપણે સાંભળીને આપણી ક્રિયા કરીએ, પરંતુ નવકાર મંત્ર તે અવશ્ય આપણે જાણુવા જ જોઇએ. કાઉસ્સગ્ગ કરવાના હોય ત્યારે જે સૂત્ર વગેરે તેમાં ચિતવવાનાં હાય તે ન આવડે તો તે બદલ અમુક સખ્યામાં નમસ્કાર મંત્ર ગણુવા એમ જણાવવામાં આવે છે, અને તેમ કરાય છે. પશુ નમસ્કાર મંત્ર ન આવડે તે ગાડું જરા પણુ આગળ ચાલે નહિ.
નમસ્કાર મંત્રને પ્રભાવ અસાધારણ માનવામાં આવેલા છે, અને તેથી જ કાઈ પશુ આત્માન્નતિનું શુભ કાર્ય કરવાનું હાય ત્યારે કે સંસાર વ્યવહારનું કાર્ય શરૂ કરવાનું હાય ત્યારે તેમજ જન્મ તથા મરણના પ્રસંગે વખતે નવકાર મંત્રનું સ્મરણ કરવાની પ્રથા આપણે રાખેલી છે. નમસ્કાર મંત્રને ચોદ પૂના સાર કહેલા છે, એટલુ જ નહિ પણ જુદાં જુદાં અગપ્રવિષ્ટ સૂત્રાને શ્રુતસ્કંધ કહેવામાં આવે છે જેમકે આચારગ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org