________________
जैन साहित्य संशोधक
રવિંદ ૨,]
[ ગં રૂ.
કવિવર સમયસુન્દર
(ભાવનગર મુકામે ભરાએલી ૭ મી ગુજરાતી સાહિત્ય પરિષદ
માટે લખાએલો નિબંધ).
[ રે શ્રીયુત મોદનાર સ્ત્રીચંદ્ર શરૂ, g. પણ વાત ચુંવર.]
જૈન સાધુઓ ભારતની એક ધાર્મિક સંસ્થા છે અને પિતાના આચાર-નિયમ પ્રમાણે બ્રમણશીલ-પરિવ્રાજક છે. એક વર્ષમાં એકી સાથે ચાતુર્માસ એક સ્થળે ગાળવું તેમને અપરિહાર્ય છે, જ્યારે બાકીના આઠ માસમાં એક ગામથી બીજા ગામ અપ્રતિહત વિહાર કરી દરેક સ્થલે ઉપદેશ આપતા રહી વિહાર કર્યો જાય છે. લગભગ પચીસસે વર્ષ પહેલાં થયેલા ધર્મ સંસ્થાપક. શ્રી મહાવીરના અનુયાયી જૈન શ્રમણની સંસ્કૃતિ સમય ધર્મ પ્રમાણે અનેક ઉદય અને અસ્તને હિંડેલે હીંચીને હજુ સુધી પણ અખંડ પણે ચાલી આવી છે. તે શ્રમણ–પંથે સ્થાપેલા દયા ધર્મની અસરથી ભારતમાં હિંસક યજ્ઞયાગ બંધ પડ્યા એટલું જ નહિ પણ જાતિભેદના જુલમને ઘણું સૈકાઓ સુધી વિશેષ અવકાશ મળે નહિ. વિશેષમાં કાવ્ય, નાટક, કથા-ભાષા વગેરે સાહિત્ય પ્રદેશમાં પણ તે શ્રમણોએ દરેક શતકમાં-દરેક યુગમાં અન્ય પંથેની સાથે સાથે પ્રબળ ફાળો આવે છે, અને એ સત્યની પ્રતીતિ તેના સાહિત્યને ઈતિહાસ લખાશે ત્યારે અતિ સ્પષ્ટ રીતે અને જરૂર થશે.
સંસારની ઉપાધિઓના બંધનથી મુક્ત એવા નિબંધ પંખીઓ પેઠે વિચરતા માત્ર ધર્મ પરાયણ જીવન ગાળવા નિર્માયેલા સાધુઓના સૂર વિશ્વબંધુ ભાવના, પ્રભુ ભક્તિનાં, અને નીતિના ઉપદેશનાં ગીત ગાવામાં જ નીકળી શકે. પિતપોતાના જમાનાની ભાવનાઓને વ્યક્ત કરવી; પિતાના સમયના જૂદા જૂદા આદર્શોને અને રેખા
ખા વહેતા લાગણ–પ્રવાહોને એકત્ર કરી પયગમ્બરી વાણીમાં તેનું ઉદ્દધન કરવું એ કવિઓનું કર્તવ્ય છે. સામાન્ય લોકોના દિલમાં જે સુન્દર ભાવ જાગે પણ જે સમજવાની કે સમજાવવાની તેમનામાં તાકાત નથી–તેમને ભાષા આપવી, તેમને અમર વાણીમાં વ્યકત કરવા એ કવિઓનું કાર્ય છે. નિર્બધ પંખીઓમાં કૌકિલા જેવું ભ્રમણશાલી
Aho! Shrutgyanam