________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
પંખી ભાગ્યે જ જોવામાં આવશે. આવા કવિપરભૂતો જૈન સાધુઓએ પ્રાન્ત પ્રાન્ત અને દેશદેશ વિહાર કરી પોતાના કાવ્યને ટહૂકે લેકને સંભળાવ્યો છે. આ પૈકી એક કવિ પરભૂતને પરિચય કરાવવાની આ નિબંધની ઉમેદ છે.
તેમનું નામ કવિવર સમય સુન્દર. તેમને કાલ વિક્રમને સત્ત શતાબ્દિ છે. તેમને સંવત્ ૧૬૪૯ માં વાચનાચાર્ય–ઉપાધ્યાય પદ લાહેરમાં મળ્યું હતું અને પ્રથમને ગ્રંથ “ભાવશતક' સં૦ ૧૬૪૧ માં રચેલે મળી આવે છે, તેથી તે વખતે તેમની ઉમર ૨૧ વર્ષની ગણીએ તો તેમને જન્મ સં. ૧૬૨૦ માં મૂકી શકાય કે જે વખતે તેમના દીક્ષાગુરૂ સકલચંદ્ર ઉપાધ્યાયના દીક્ષા ગુરૂ જિનચંદ્ર સૂરિને સૂરિપદ (૧૭ વર્ષની વયે, મન્યા સંવત્ ૧૬૧૨) મળ્યાને આઠ વર્ષ થઈ ગયાં હતાં. તેમને છેલ્લે ગ્રંથ સં. ૧૬૯૭ લગભગ મળી આવે છે તેથી તેઓ સં. ૧૬૨૦ થી ૧૭૦૦ સુધી-૮૦ વર્ષ જેટલું જીવન ગાળી શક્યા હતા એ પ્રાયઃ નિશ્ચિત થાય છે.
તત્કાલીન સ્થિતિ,
ખરતર ગચ્છ અને તપાગચ્છ વચ્ચે લાંબા વખતથી સ્પર્ધા અને વિખવાદ ચાલ્યા આવતા. એ વિખવાદ સત્તરમા શતકના પૂર્વાદ્ધમાં વધી પડે હતો. વેતામ્બરે અને દિગબરે વચ્ચેને વિરોધ તે બહુ જૂને હતે પણ સં. ૧૧૭૬ માં સિદ્ધરાજના દરબારમાં વાદિદેવ નામના શ્વેતામ્બર સૂરિએ કુમુદચંદ્ર, નામના દિગમ્મરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવી દિગમ્બરને ગૂજરાતના રાજ્યની હદપાર કરાવ્યા–તે પછી એ બંનેનાં કાર્ય કરવાનાં ક્ષેત્રે બધા જજૂદાં પડી ગયાં હતાં ને તેથી એમના વચ્ચેને વિરોધ પણ મેળે પડી ગયો હતે. પણ બીજી બાજુએ શ્વેતામ્બર મૂર્તિ પૂજકમાંથી જુદા પડી લંકામત અને બીજામત નીકળ્યા પછી તેમની સાથે વિરોધ પ્રબળ થઈ પડ હતે. વેતામ્બર મતના ખરતર અને તપગચ્છ વરચેની મતામતી પણ પ્રબળ થઈ પડી હતી અને તેમાં ધર્મસાગર ઉપાધ્યાયજી નામના તપગચ્છીય વિદ્વાન-યણ-ઉગ્રસ્વભાવી સાધુએ કુમતિનંદકુંદાલ (યાને પ્રવચન પરીક્ષા) નામને ગ્રંથ બનાવી તપગચ્છ સિવાયના અન્ય સર્વગચ્છ અને મત સામે અનેક આક્ષેપ મૂકયા. આથી તે સર્વ મતે ખળભળી ઉઠયા; અને તેનું જે સમાધાન ન થાય તો આખા જૈન સમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આ માટે જોખમદાર આચાર્યોને વચ્ચે પડયા વગર રહી શકાય નહિ તેથી તપગચ્છાચાર્ય વિજયદાન સૂરિએ ઉપરોકત ગ્રંથ પાણીમાં બનાવી દીધો અને તેને અપ્રમાણ ઠેરવ્યા. તેમણે જાહેરનામું કાઢી “સાત બેલની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ-વિવાદની અથડામણ કરતા અટકાવ્યા હતા. પણ આટલાથી વિરોધ જોઈએ તે ન શમ્યા ત્યારે વિજયદાન સૂરિ પછી આચાર્ય હીરવિજ્ય સૂરિએ ઉકત “સાત બેલ” પર વિવરણ કરી “બાર બેલ” એ નામની બાર આજ્ઞાઓ જાહેર કરી હતી. સં૧૬૪૬. આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી, અને
Aho! Shrutgyanam