Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 141
________________ અંક ૪] વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક આ તરફ તેનો પુત્ર શિખંડી બીજા બે દુષ્ટ મંત્રિઓની સંગતિથી અનીતિના માર્ગે ચઢ અને પ્રજાને પીડા આપવા લાગ્યા. જૂના જે બે સારા મંત્રી હતા તેમને રાજ્યકારભારથી દૂર કર્યા. આ હકીકતની ખબર જ્યારે કેટલાક વ્યાપારિઓ મારફત પ્રવૃજિત થએલા એ વૃદ્ધ રાજાની જાણમાં આવી ત્યારે તે વ્યાપારિઓ સાથે પ્રજાજન જેગે આશ્વાસનને સંદેશો મેક અને જણાવ્યું કે શિખંડીને એ અન્યાયાચરણમાંથી જૂર રાખવા માટે હું જાતે જ ત્યાં આવીશ. વ્યાપારિઓ સાથે આવેલ એ સંદેશે એક બીજાની કર્ણ પરંપરાએ એ દુષ્ટ મંત્રીઓની જાણમાં આવતાં તેઓ મનમાં ગભરાયા અને એ વૃદ્ધ રાજા રેક નગરમાં ન આવી શકે તેને ઉપાય વિચારવા લાગ્યા. પછી તે બંને શિખંડી રાજા પાસે જઈને તેને કહેવા લાગ્યા કે-“દેવ, સંભળાય છે કે વૃદ્ધ રાજા અહીં આવે છે.” રાજા કહે-તે તે પ્રત્રજિત થએલે છે, તેને હવે અહીં આવવાનું શું પ્રયોજન હેય?” મંત્રીઓ કહે–દેવ, જેણે એક દિવસ પણ રાજ્ય કર્યું હોય છે તેનું મન પછી રાજ્ય વિના કયાએ રમી શકતું નથી. એટલે ફરી એ રાજ્ય મેળવવા પાછો અહીં આવે છે. રાજા કહે-જે રાજા થશે તે હું પાછ કુમાર થઈ જઈશ એમાં શે વિરોધ છે!” મંત્રીઓ કહે-દેવ, એ અયુક્ત છે. જેણે કુમાર, મંત્રીઓ અને પ્રજાજનના નમસ્કાર ઝીલ્યા હોય તે કેમ પાછો યુવરાજ પદમાં દાખલ થઈ શકે?” ઈત્યાદિ ઘણું રીતે તે રાજાને તેમણે ખેટી રીતે ભરમાવ્યું અને આખરે તેની અનુમતિ મેળવી કેટલાક ઘાતક મનુષ્યને એ આવતા વૃદ્ધ રાજાની સામે મેકલ્યા જેમણે તેને શિર છેદ કરી તેના જીવનને અંત આણ્યો. પછી ક્રમે ક્રમે તે શિખંડી રાજા વધારે દુષ્ટ થતે ગયે. એક દિવસે તે શહેર બહાર સઘળા લવાજમા સાથે ફરવા નિકળે તે વખતે રસ્તામાં એક ઠેકાણે એકાંતમાં ઉભા રહેલા આગળના તે મહાકાત્યાયન ભિક્ષુને જે. રાજા તેને જોઈને ક્રોધિત થ અને પિતાનાં માણસને તેના ઉપર મૂઠી ધૂળ, નાંખવાને હુકમ કર્યો. લેકેએ તેના ઉપર એટલી બધી ધૂળ નાંખી કે જેથી તેનું આખું શરીર તેમાં દટાઈ ગયું. આ બાબતની ખબર જ્યારે પેલા બે જૂના મંત્રીઓને થઈ ત્યારે તેઓ ત્યાં આવ્યા અને તે ભિક્ષુને ધૂળના ઢગલામાંથી બહાર કાઢ. ભિક્ષુએ કહ્યું આ નગરને વિનાશકાળ આવી ગયો છે અને આજથી સાતમે દિવસે ધૂળની વૃષ્ટિના લીધે આ આ આખું નગર જમીનદોસ્ત થઈ જશે. તેથી તમારે અહીંથી બચી જવું હોય તે ઘરથી માંડી નદી સુધી જમીનમાં એક સુરંગ ખોદાવી રાખે અને એક નાવ તૈયાર કરી મુકે. પહેલે દિવસે એક માટે વળિયે થશે જેના લીધે શહેરની બધી ખરાબ ઘુળ આકાશમાં ઉડી જશે. પછી બીજે દિવસે કુલેની વૃદ્ધિ થશે. ત્રીજે દિવસે વરની વર્ષા થશે. એમ અનુક્રમે રનની વર્ષા થશે અને પછી છેવટે ધૂળની વર્ષા થઈ બધું શહેર તેમાં દટાઈ જશે. તમે પુણ્ય કાર્ય કરનાર હોવાથી એ આફતમાંથી ઉગરી શકશે. એટલે તૈયાર કરી રાખેલી નાવ રત્નોથી ભરીને નદી માગે તમે અન્ય દેશમાં ચાલ્યા જજે. છેવટે બધું તેમ થયું અને તે મંત્રીઓ જે પ્રદેશમાં જઈને રહ્યા ત્યાં તેમના નામથી ક્રમથી હિક અને ભિક૭ નામનાં નગર વશ્યાં. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176