________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ રે;
ઢાલ ૩૮ માં રચના કરી છે. આની પ્રત મુંબઈની મેહનલાલજી સેંટ્રલ લાયબ્રેરીમાં; આણંદજી કલ્યાણજીના પાલીતાણાના ભંડારમાં, લીંબડીના ભંડાર વગેરે સ્થળે વિદ્યમાન છે.
૧૪. પુયસાર ચરિત્ર, સં. ૧૯૭૩ આની પ્રત મને પ્રાપ્ત થયેલ નથી. ૧૫. રાણકપુર સ્તવન સં. ૧૬૭૬ માગશર. રાણકપુરમાં.
મારવાડમાં સાદી પાસે રાણકપુરમાં સેમસુંદરસૂરિથી પ્રતિષ્ઠિત થયેલું ૯ લાખ ખચી ધનાશા પિરવાડે સં. ૧૪૬૧ માં બંધાવેલું અતિ ઉત્તમ અને શિલ્પકારીગરીથી ભરપૂર અનેક સ્તવાળું “ત્રિભુવન દીપક” નામનું મંદિર વિરાજે છે. તેની કવિએ જાત્રા કરી તેના ટુંક વર્ણન રૂપે આ સ્તવન રચ્યું છે. ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુર્મુખ (ચામુખી પ્રતિમા, ૮૪ દેરી, ભેંયરાં. ત્યાં ખરતર વસતિ–દે છે,
૧૬. વલ્કલચી રાસ. સં. ૧૬૮૧ જેસલમેરમાં.
ઉપરોક્ત જેસલમેરી કર્મચંદ મુલતાનમાં વસતે હતે તેના આગ્રહથી આ પણ રાસ રચ્યું છે. આની પ્રત પ્રવર્તક શ્રી કાનિવિજ્યજીના વડોદરાના ભંડારમાં છે. અને લીંબડિના ભંડારમાં છે.
૧. એકાદશી (મન એકાદશી ) નું વૃદ્ધ (મો) સ્તવન.P સં૦ ૧૬૮૧
જેસલમેર પ્ર. રત્નસમુચ્ચય પૃ. ૧૭૨-૩. ૧૭. વસ્તુપાલ તેજપાલને રાસ. સં. ૧૬૮૨ ( પાઠાં ૧૬૮૬) તિયરી પુરમાં.
આ એક બહુ ટૂંકી કૃતિ છે. આમાં વસ્તુપાલ અને તેજપાલ જે ગૂર્જરરાજ વરધવલના પ્રખ્યાત શુરવીર જૈન મંત્રીઓ થયા તેમણે જે દેવલ કર્યો તેને તથા બીજાં ધર્મ કાર્યોને ટુંક અહેવાલ છે. આની પ્રત મેં લખી લીધેલી છે. એક પ્રત ફાર્બસ સભા પાસે છે.
૧૮. શત્રુજ્ય રાસ. P. સં. ૧૬૮૨ (પાઠાં. ૧૬૮૬)૨૫નાગરમાં શ્રાવણ વદમાં. આ રાસ ટૂંકે છે. તેમાં લખ્યું છે કે સં. ૪૭૭ માં ધનેશ્વરસૂરિએ શત્રુંજય માહાસ્ય નામાને ગ્રંથ શિલાદિત્ય હજૂર કર્યો ( આ એક દંત કથા છે) તેને કંઈક આધાર આમાં લીધે છે. આમાં પહેલી ઢાલમાં શેત્રુંજયનાં ૨૧ નામ, પછી તેનું પ્રમાણ, બીજી ઢાલમાં ત્યાં સિદ્ધ થયેલાનાં નામ, ત્રીજી તથા ચોથી ઢાલમાં તેના સેલ ઉધાર વર્ણવેલાં છે, પછી માહા
૨૫. બાસી અને છાસીઃ એમ તેમ બાસઠ અને છાસઠ એમ પાઠાંતર બા અને છા એકબીજાને બદલે લખાઈ જવાને હસ્તષથી સંભવે છે. આ બંને રાસો માટે જુઓ ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી પૃ. ૪૭ અને પૃ.૬૭.
Aho! Shrutgyanam