Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 131
________________ અંક ૪] વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયક રાજા ચટક તેણે પ્રતને બંધનમુક્ત કીધે અને સ્વાસ્થાનમાં જવા માટે વિસજિત કર્યો. ચોમાસું ઉતર્યા બાદ ઉદાયન પિતાના નગરમાં આવ્યો. જે ઠેકાણે ઉદાયનનું સૈન્ય દસ વિભાગમાં કિલ્લેબંધી કરી ચોમાસું વિતાડવા રહ્યું હતું. ત્યાં સિન્યના આશ્રયને લઈને બીજા પણ કેટલાક વ્યાપારી વગેરે લેકે આવી વળ્યા હતા કે જેઓ સિન્યના ચાલ્યા ગયા પછી પણ ત્યાં જ સ્થિર થઈ ગયા હતા. તેથી તે સ્થાનને લેકે દશપુરના નામે ઓળખવા લાગ્યા આવશ્યક સૂત્ર ટીકા, પા. ર૯૬-૩૦૦. માળવામાં આવેલા મન્દસોર શહેરને દશપુર કહેવામાં આવે છે. જૂના લેખમાં એનું નામ દશપુર એવું જ લખેલું મળી આવે છે. “દશપુર’ નું નામ “મંદર ” કેમ થયું તે બાબતમાં ડે. લીટ Corpus Inscriptionum Indicarum ના ૩ જા ભાગમાં પાન ૭૮ ઉપર એક નોટ લખી છે તેમાં જણાવે છે કે “એ ગામને, ત્યાંના તથા ઈદર સુધીના આજુબાજુના ગામડીયા અને ખેડુતો, મન્દસોરને બદલે દસેરના નામથી વ્યવહારે છે. લગભગ દોઢેક સૈકા પહેલાંની દંભાષિક સનદેમાં અત્રત્ય ભાષામાં લખેલા લેખમાં દસેર, તથા ફારસી ભાષામાં લખેલા લેખમાં મદસેર એમ લખેલું જોવામાં આવે છે. વળી, જેમ બેલગામ જિલ્લામાં સંપગામ અને ઉગરગેળને સ્થાને પંડિત લોકે અનુક્રમે અહિપુર અને નખપુરને પ્રયોગ કરે છે, તેમ અહીં પણ પંડિતા પિતાના વ્યવહારમાં એને માટે સામાન્ય રીતે “દશપુર” નામ વાપરે છે, પરંતુ, આ સંસ્કૃત નામે મૂળ અસ્તિત્વમાં હતાં, અગર તો મૂળ ગ્રામીણ શબ્દોનાં પંડિતોએ કરેલાં સંસ્કૃત ભાષાંતરિત નામો છે એ વિષે શંકાને પૂરનું સ્થાન રહે છે. પૂર્વે, એ સ્થળે પૌરાણિક રાજા દશરથનું નગર હતું એમ સ્થાનિક લોકે સમજાવે છે, એ સમજણ ખરી માનવામાં આવે, તો એ ગામનું નામ “દસરથોર’ થવું જોઈએ. હવે એને ખરા અર્થ આ પ્રમાણે હોય એમ લાગે છે -જેમ હાલમાં આજુબાજુ આવેલાં ખિલચીપુર, જકુપુરા, રામપુરિયા, ચંદ્રપુરા, બાલાગંજ વગેરે બાર-પંદર ગામડાંનો સમાવેશ એ નગરમાં થાય છે. તેમ પૂર્વે પણ તેમાં “ દશ” ગામડાં ( “પુર) ને સમાવેશ થતો હશે. પરંતુ, મન્દસેર એવું જે આખું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે તથા નકશામાં લખવામાં આવે છે તેના મૂળ વિષે હાલમાં કોઇપણ સમજુતી આપી શકાય તેમ નથી. તેનું નામ “મન્ડદશપુર' પડયું હશે એમ છે. ભગવાનલાલ ઇંદ્રજીએ મને એક વખત સૂચવ્યું હતું. મન્દ એટલે દુઃખી થયેલું કારણ કે મુસલમાનોના હાથે તેની તથા હિંદુ દેવાલાની અત્યંત ખરાબી કરવામાં આવી હતી, અને જેને લીધે હાલમાં પણ નાગર બ્રાહ્મણે ત્યાંનું પાણી પીતા નથી. આ સૂચનાના સમર્થનમાં ભારે જણાવવાનું કે જ્યારે હું એ સ્થળે ઉભો હતો, ત્યારે મેં એક પંડિતને એ વિષે પ્રશ્ન કર્યો અને તેના ઉત્તરમાં તેણે એ ગામનું “મન્નર ” એવું એક ત્રીજું નામ પણ જણાવ્યું. એ વિષે બીજી એક સૂચના મી. એફ. એસ. ગ્રાઉઝની છે. તે જણાવે છે કે એ નામમાં “મદ્ ” અને “દશપુર” એમ બે નામો ભળેલાં છે, આમાનું પહેલું મધું, ( જુઓ. ઈ. ઍ. પુ. ૧૫, પા. ૧૯૫) એક ગામનું નામ છે, જેને અફઝલપુર પણ કહે છે, તથા મન્દસરથી દક્ષિણ-પૂર્વમાં લગભગ ૧૧ મેલ દૂર છે. એમ કહેવાય છે કે આ “મદ' નાં ભાગેલાં હિંદુ દેવાલયો પત્થર વડે મન્દસરનો મુસલમાની કિલ્લો બાંધવામાં આવ્યો ' હતો. હું ધારું કે ગમે તેવી સત્ય હકીકત “દશપુર-મહુઓ' માંથી મળી શકશે. પરંતુ તે પુસ્તક Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176