Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 128
________________ ૨૮ જેન સાહિત્ય સંશોધક [ખંડ રે; છાના વિષયમાં તે ઉપર જે નેંધ લીધી છે તે કરતાં વધારે કાંઈ હકીકત જૈનગ્રંથકારે આપતા નથી. તેથી હવે ચાર જ પુત્રીઓની હકીકત આપણે જાણવાની રહી. પ્રભાવતી. ઉપર આપેલા ઉતારા પ્રમાણે ચેટકની પ્રથમ પુત્રીનું નામ પ્રભાવતી હતું અને તે વીતિભયના ઉદાયન વેરે પરશું હતી. આ ઉદાયનને ઉલ્લેખ ઘણા જૈન ગ્રંથોમાં થએલે છે. સિથી જૂને ઉલ્લેખ ખાસ ભગવતી નામના સુપ્રસિદ્ધ સૂત્રમાંથી મળી આવે છે. એ સૂત્રના ૧૩ મા શતકના, ૬ ઠા ઉદ્દેશકમાં, એના દેશસ્થાનાદિની નેંધ આ પ્રમાણે લેવાએલી છેઃ तेणं कालेणं तेणं समयेणं सिंधुसोचीरेसु जणवएसु वीतीभए नामं नगरे होत्था । तस्स णं वीतीभयस्स नगरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए एत्थ णं मियवणं नामं उजाणे होत्था । तत्थ णं वीतीभए नगरे उदायणे नामं राया होत्था...तस्स...रन्नो पभावती नामं देवी होत्था...तस्स णं उदायणस्स रन्नो पुत्ते पभावतीए देवीए अत्तए अभीति नाम कुमारे होत्था ।...तस्स णं उदायणस्स रन्नो नियए भायणेज्जे केसी नाम कुमारे होत्था ।...से णं उदायणे राया सिंधुसोवीरप्पामोक्खाणं सालसण्हं जणवयाणं वीतीभयप्पामोक्खाणं तिण्हं तेसट्ठीणं नगरागरसयाण महासेणप्पामोक्खाणं दसण्हं राइणं बद्धमउडाणं विदिन्नछत्तचामरवालवीयणाणं अन्नेसि च बहणं राईसरतलवर जाव हप्पभिईणं आहेवच्चं जाव कारेमाणे पालेमाणे समणोवासए अभिगय जीवाजीवे जाव विहरइ। તાત્પર્યાર્થ–તે કાલ અને તે સમયમાં, સિંધુસવાર નામના દેશમાં વીતિભય નામે એક શહેર હતું. તે શહેરની ઉત્તર-પૂર્વ બાજુએ મૃગવન નામે નગરદ્યાન હતું. તે વીતિભય શહેરમાં ઉદયન નામે રાજા હતું, તે રાજાની પ્રભાવતી નામે પટરાણી હતી. તેને અભીતિ નામે પુત્ર હતા. તે ઉદાયન રાજાને કેસી નામે એક કુમાર ભાણેજ હતા. એ ઉદાયન રાજા સિંધુવીર આદિ સેળ જનપદ, વતિભય આદિ ત્રણ ત્રેસઠ નગર અને આકર (ખાણ) તથા મહાન પ્રમુખ દશ મેટા મુકુટબદ્ધ રાજાઓને, તેમ જ બીજા અનેક નગરરક્ષક, દણ્ડનાયક, શેઠ, સાર્થવાહ આદિ જનસમૂહને સ્વામી હતું. એ શ્રમણપાસક અર્થાત્ જૈનશ્રમણને ઉપાસક હતા અને જૈનશાસ્ત્ર પ્રતિપાદિત જીવ અજીવ આદિ તત્ત્વ–પદાર્થને જાણકાર હતો. ઈત્યાદિ. આ સૂત્રપાઠ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ચેટકની મેટી પુત્રી પ્રભાવતીનાં લગ્ન વીતિભયના ઉદાયન સાથે થએલાને જે ઉલ્લેખ આવશ્યક ચૂણિમાં કરેલો છે તે પરંપરાને બરાબર અનુસરે છે. આ સૂત્ર પાઠમાં ઉદાયનને જે મહાસેના પ્રમુખ દશ મુકુટબદ્ધ રાજાઓને સ્વામી જણાવ્યું છે તે હકીકત ખાસ વિચારવા જેવી છે. મહાસેન સિવાયના બીજા કયા નવ રાજા એના આજ્ઞાંકિત હતા તેની નેંધ તે કઈ પણ જૈન ગ્રંથમાં મારા જવામાં આવી નથી. પણ મહાન શી રીતે એને આજ્ઞાંકિત થયો તેની કથા ઘણા ૧. આમેયસમિતિ દ્વારા પ્રકાશિત ભગવતી સૂત્ર, પૃષ્ઠ ૬૧૮. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176