________________
અંક ૩, ]
કવિવર સમયસુંદર
ખરતર ગચ્છના અને તપગચ્છના આચાર્યો એક બીજાની નિન્દામાં ન ઉતરતાં જૈન ધર્મને પ્રભાવ અન્ય સમાજમાં અને રાજદ્વારમાં પાડવા માટે પ્રયત્નશીલ થયા.
વિકમને સત્તરમા સૈકે જેને માટે ઘણા પ્રતાપી હતું. તે સદીમાં મહાન મેગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં (સં. ૧૬૧૨ થી સં. ૧૭૧૪ ) એ ત્રણ શહેનશાહએ સમગ્ર ભારત વર્ષમાં રાજ્ય સત્તા જમાવી રાખી લેકેમાં આબાદી અને શાન્તિની સ્થિરતા કરી. અકબરે સં. ૧૬૧૪ માં ચિતોડ, ૧૬૨૫ માં રણથંભેર અને કલંજરના કિલા જીતી લીધા અને સં. ૧૬૨૯ માં અમદાવાદમાં પિતાને વાવટે ફરકાવ્યું. પછી વડેદરા, ચાંપાનેર, સુરત એ સઘળા મિર્ઝાઓએ કબજે કરેલો મુલક તેઓને હાંકી મેલી, પિતાના રાજ્ય તળે મૂકી અકબર આગે આવ્યું. ત્યાર પછીના ત્રણ વર્ષમાં બહાર અને બંગાલા હાથ કર્યો. સામાન્ય સર્વ સ્થળે શાંતિ પ્રસારી. આ સૈકામાં વેતા
મ્બર જૈન સાધુ સંસ્કૃત પ્રાકૃત અને સ્વભાષા-લોક ભાષામાં સાહિત્ય વિશેષ વિશેષ ઉત્પન્ન કરવા લાગ્યા. તપગચ્છીય પ્રભાવક મહાપુરૂષ હીરવિજ્ય સૂરિએ તથા તેમના શિષ્ય ઉપાધ્યાય શાંતિચંદ્ર આદિએ; ખરતર ગછીય જિનચંદ્ર સૂરિએફ અને નાગપુર તપગચ્છીય પદ્મસુંદર ઉપાધ્યાયે અકબર બાદશાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવી તેની તેના પ્રત્યે સભાવના ખેંચી અનેક જૈન તીર્થ સંબંધી ફરમાને, જીવ-વધ-બંધની આજ્ઞાઓ અને પુસ્તકે, સ્થાન વગેરેનાં ઈનામે પ્રાપ્ત કર્યા. જહાંગીરે ત. વિજયસેન સૂરિ અને ખ૦ જિનસિંહ સૂરિને મોટાં ધાર્મિક બિરૂદ આપ્યાં, અને શાહજહાંએ પણ સહાનુભૂતિ દાખવી. આ સામાન્ય રીતે શાંતિની શતવર્ષમાં અન્ય ધર્મોમાં પણ ઘણી જાગૃતિ આવી અને સાહિત્ય વૃદ્ધિ થઈ. . સં. ૧૬૦૦ માં તળ અમદાવાદમાં જન્મનાર દાદુજીએ ત્યાગી ફકીર બની જયપુર માંના રાજ્યમાં ઘણે જીવન-કાળ કાઢી ૧૯૪૨ માં અકબર સાથે ધર્માલાપ કર્યો. વેદાન્ત જ્ઞાન સામાન્ય મનુષ્યને ગળે ઉતારવા સરલ રીતિથી લેક-ગમ્ય ભાષામાં ઉપદેશ કર્યો મુખ્ય વાત એ હતી કે
આપા મટે, હરિ ભજે, તન મન તર્જ વિકાર,
નિર્વેરી સબ જીવ, દાદૂ યહુ મત સાર. એક પરમેશ્વર જગને સાર છે. તે પરબ્રહ્મ ઈષ્ટદેવ તે “રામ” છે. તેની ઉપાસનાથી સુખની પ્રાપ્તિ, જગતનાં સુખ તેની પાસે નિઃસાર છે. તે પરમમય આનંદમય સુખ પ્રાપ્ત કરવા દાદૂ દયાલે બીજાં સાધન માર્ગોમાં જણાતા બાહ્ય આડંબરી પ્રપંચ (જેવા કે રામાનુજ, વલ્લભાદિ સગુણ પૂજાઓમાં ), કેરી બંદગી આદિને તુચ્છ બતાવ્યા. સર્વ સાથે દ્વેષ તજી હળી મળી રહેવું અને સર્વ જીવ પર દયા દ્રષ્ટિ રાખવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે એવાં સાધને તેણે બતાવ્યાં કે ભિન્ન મતવાળા હિન્દુ મુસલમાન આદિ અવિરેાધે આચરી શકે. તે સં. ૧૬૬૦ માં નારાયણ ગામમાં ( નારાણે) સ્વર્ગસ્થ થયા. તેના
Aho! Shrutgyanam