________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
. આ રીતે પિતાની ગુરૂ પરંપરા પિતે આપી છે તે અન્ને જણાવી. પિતે પિતાના ગચ્છનું નામ બૃહત્ ખરતર ગચ્છ આપેલું છે કારણ કે ખરતરગચ્છમાં પોતાના સમય સુધીમાં અનેક શાખાઓ મૂળ વૃક્ષમાંથી નીકળી હતી અને પિતાનું મૂળ વૃક્ષમાંથી ચાલી આવેલ થડ બતાવવા “બૃહત્ ” શબ્દ જેલ છે.
સં. ૧૯૪૯ ના ફાગણ શુદિ ૨ ને દિને યુગપ્રધાન જિનચંદ્ર સૂરિએ અકબૂર બાદશાહના કહેવાથી લાહોરમાં (લાભપુરમાં) માનસિંહને આચાર્યપદ આપી તેમનું નામ જિનસિંહ સૂરિ૧૪ રાખ્યું, તે સમયે તેજ જિનચંદ્ર સૂરિએ સ્વહસ્તે કવિ સમયસુંદર પુરૂષ સૂચક “યુગપ્રધાન’ પદ આપ્યું હતું. એમ કહેવાય છે કે બાદશાહને જૈનધર્મી-જૈનધર્મ પ્રશંસક બનાવ્યો હતો (પ્રોધિતો યેન યા ન હ્ય૨/૨હ્યઃ તિસાદ મુલ્યઃ-જિનલાભ સૂરિના સં૦ ૧૮૩૩ ના આત્મપ્રબંધની પ્રશસ્તિ). તેમને સકલચંદ્ર ઉપાધ્યાય ઉપરાન્ત ૪૫ શિષ્ય હતા–તેમાં મુખ્ય સમયરાજ, મહિમારાજ, ધર્મ, નિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ વિગેરે હતા. તેમને સ્વર્ગવાસ વેગાતટે (બિલાડા -મારવાડ) સં. ૧૬૭૦ ના આધિનવદિ બીજના દિને થયો. (જુઓ ઇડિયન ઍટિવરીમાં આપેલ ખરતરગચ્છની પટ્ટાવલિ-મારું ભાષાન્તર, સનાતન જૈનના ૧૯૦૭ ના જુલાઈના અંકમાં વધુ માટે જુઓ રત્નસાગર ભાગ ૨ જે પૃ૦ ૧૨૫) તેમણે પોતાની પાસે ગેલી નામની શ્રાવિકાએ સં. ૧૬૩૩ ફા વદ ૫ ને દિને બાર વ્રત સ્વેચ્છા પ્રમાણે ગ્રહણ કર્યા તે સંબંધી “ઇચ્છા પરિણામ ટિપ્પનક' યા બાર
રાસ ભાષામાં સં. ૧૬૩૩ માં બનાવ્યો છે. વળી મેડતામાં જેને હાલ “લોઢાર મંદિર' કહે. વામાં આવે છે તેમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે સં૦ ૧૬૬૮ ના માઘ શુદિ ૫ શુક્રવારે મહારાજા સયસિંહના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી છે (પ્રાચીન લેખ સંગ્રહ ભાવ ૨ પૃ૦ ૩૦૭). તેમના જ સમયમાં તેમના અનુયાયી ભક્ત, પ્રખ્યાત કર્મચંદ્ર મંત્રીએ સં૦ ૧૬૩૫ ના ભયંકર દુકાળના વખતમાં સવાકરેહ રૂપીઆ ખર્ચ સત્રાકાર બંધાવી બહુ જનને બચાવ્યા હતા અને તે કર્મચંદ્રે તેમને યુગ પ્રધાન મહોત્સવ-તેમના શિષ્ય જિનસિંહ સૂરિને આચાર્ય પદ મહોત્સવ અતિ દ્રવ્ય ખર્ચ સં. ૧૬૪૯ માં ઉજવ્યો હતો. વળી તેમના સમયમાં સમજી અને શિવજી એ બે પ્રસિદ્ધ શ્રાવકોએ રાણપુર, ગિરનાર, આબુ, ગોડી પાર્શ્વનાથ અને શત્રુંજય એ પાંચ જૈનતીર્થોએ સંઘ કાઢી લઇ ગયા હતા. (જુઓ સમય સુંદરની કલ્પસૂત્ર ટીકાની પ્રશસ્તિ ). આ કર્મચંદ્ર મંત્રીએ સધર નગરમાં જિનકુશલ સૂરિને મેટ સં૦ ૧૬૫૫ મહા સુદ ૧૦ મે કરાવ્યો. તે સિવાય બીજા સ્થલેએ તેમના અનેક સ્થભ કરાવ્યા હતા.
૧૩ સકલચંદ્ર ગણી–તેઓ વિદ્વાન પંડિત અને શિલ્પશાસ્ત્રમાં કુશલ હતા. પ્રતિકાકલ્પ શ્લોક ૧૧૦૦૦, જિનવલ્લભ સૂરિકૃત ધર્મ શિક્ષા પર વૃત્તિ (પત્ર ૧૨૮), અને પ્રાકૃતમાં હિતાચરણ નામના ઔપદેશિક ગ્રંથ પર વૃત્તિ ૧૨૪૩૯ શ્લોકમાં સં૦ ૧૬૩૦ માં રચેલ છે.
૧૪. જિનસિંહ સૂરિ-પિતા ચાંપસી, માતા ચતુરંગા દેવી, ગોત્ર ગણધર ચેપડા, વણિક જ્ઞાતિ. જન્મ ખેસર (ખેતાસર) ગામમાં સં૦ ૧૬ ૧૫ ના માગશર શુદિ પૂર્ણિમાને દિને; તેમનું મૂલ નામ માન- સિંહ. દીક્ષા બીકાનેરમાં સં૦ ૧૬૨૩ ના માગશર વદિ ૫ ને દિને; વાચક-ઉપાધ્યાય પદ જેસલમેરમાં સં. ૧૬૪૦ ના માંધ શુદિ ૫ ને દિને; સૂરિપદ લાહોરમાં સં. ૧૬૪૮ ના શિશ્ન શુદિ ૨ ને દિને. અકબર બાદશાહને મળવા માટે કાશ્મીરમાં કઠિન વિહાર (મુસાફરી) કર્યો હતો. વાર, સિંદૂર અને ગજજણ (ગિઝની) આદિ દેશોમાં પણ તેમણે અમારિ એટલે જીવદયા-અહિંસા પ્રવર્તીવરાવી હતી. અકબર
Aho ! Shrutgyanam