________________
અંક ૩ ]
કવિવર સમયસુંદર
“ ત્યાર પછી તેમના શિષ્ય જિનવલ્લભસૂરિ થયા, તેમના પછી ૬૪ જોગણીને વશ કરનાર જિનદત્તસૂરિ થયા. તેના જિનચંદ્રસૂરિ, તેના પછી અનુક્રમે જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનપ્રબોધસૂરિ અને જિનચંદ્રસૂરિ થયા. જિનચંદ્રસૂરિના આદેશથી તેજ:પાલે શાંતિનાથનું બિંબ બનાવ્યું, તેના પછી જિનકુશલસૂરિ (ખરતરગચછની પટ્ટાવલિમાં ૪૩ મા.) ત્યાર પછી જિનપદ્ધ, જિનલબ્ધિ, જિનચંદ્ર, જિનદય, જિનરાજ, જિનભદ્ર અનુક્રમે થયા. આ પદ મા જિનભદ્રસૂરિએ જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર (નાગપુર-નાગોર), અને પાટણમાં પુસ્તક ભંડાર કરાવ્યા. (પટ્ટધર પદ સં. ૧૪૭૫ અને મરણ સં. ૧૫૧૪). ત્યાર પછી અમે જિનચંદ્ર, જિનસમુદ્ર, જિનમાણિક થયા. જિનમાણિજ્યના જિનચંદ્રસૂરિ થયા કે જે હાલ વિદ્યમાન છે. તે જિનચંદ્રસૂરિને અકમ્બર બાદશાહે આનંદથી “યુગ પ્રધાન” પદ આપ્યું.”
ઉકત (૬૧ મા) જિનચંદ્રસૂરિના૧૨ હસ્તદીક્ષિત મુખ્ય શિષ્ય સકલચંદ્ર ઉપાધ્યાય ૧૩ થયા અને તેના શિષ્ય તરીકે હું, સમય સુંદર વાચક-ઉપાધ્યાય થયો. (જુઓ સં ૧૬૭૬ માં રચેલી અથરત્નાવલી અથવા અષ્ટલક્ષીની પ્રશસ્તિ. પીટસન ચતુર્થ રીપેટ. નં. ૧૧૭૪-૫૦ ૬૮. )
જબરો ઝઘડો થયો હતો. ધર્મસાગરે એવું પ્રતિપાદન કરવા માંગ્યું હતું કે ખરતરગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી નહિ, પણ જિનદત્તસૂરિથી થઈ છે. અભયદેવસૂરિ ખરતર ગ૭માં થઈ શકતા નથી. જિનવલભસૂરિએ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ કરી છે. વગેરે ચર્ચાનો વિષય પિતાના ઓષ્ટ્રિક મહેસૂત્રદીપિકા નામના ગ્રંથમાં મૂકયા (રસ્યા સં. ૧૬૧૭,) આ ગ્રંથનું બીજાં નામ પ્રવચન પરીક્ષા છે યા બંને જાદા હોયબંનેમાં વિષયે સરખા છે. તેમાંનાં એકનું બીજું નામ કુમતિ કંદમુદ્દાલ છે. આથી બહુ હેહાંકાર થયો. બે ગ૭ વચ્ચે અથડામણી અને અંતે પ્રબળ વિખવાદ ઉત્પન્ન થતાં તે ક્યાં અટકશે એ વિચારવાનું રહ્યું. જોખમદાર આચાર્યોને વચ્ચે પડ્યા વગર ચાલે નહિ, તેથી તપાગચ્છના વિજયદાનસૂરિએ ઉક્ત કુમતિકંદકુદીલ ગ્રંથ સભાસમક્ષ પાણીમાં ભેળવી દીધું હતો અને તે ગ્રંથની નકલ કેઈની પણ પાસે હોય તે, તે અપ્રમાણ ગ્રંથ છે માટે તેમાંનું કથન કેઈએ પ્રમાણભૂત માનવું નહિ, એવું જાહેર કર્યું હતું. ખરતરગચ્છ વાળાએ પિતાના મતનું પ્રતિપાદન કરાવવા ભગિરથ પ્રયત્ન સેવ્યો હતો એ વાતના પ્રમાણમાં જણાવવાનું કે આપણે નાયક સમક સુંદર ઉપાધ્યાયજીના સં૦ ૧૬૭ર માં રચેલા સામાચારી શતકમાં સં. ૧૬૧૭ માં પાટણમાં થયેલા એક પ્રમાણ પત્રની નકલ આપેલી છે કે જેમાં એવી હકીકત છે કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયેલા છે એ વાત પાટણના ૮૪ ગ વાળા માને છે. અને એ પ્રમાણ પત્ર સાચું જણાય છે, અને તેનો હેતુ ઉપરને કલહ-વાદ શમાવવા અથે હતો.
૧૨. જિનચંદ્રસૂરિ-ગોત્ર રીહડ, પિતા શ્રીવંત, માતા ઢિયાદેવી. જ્ઞાતિ વણિક, તિમરી (તીવરી) -જોધપુર રાજ્ય) ની પાસે આવેલા વડલી ગામમાં સં૦ ૧૫૮૫ માં જન્મ. માત્ર નવ વર્ષની ઉમરે સં ૧૬૦૪ માં જૈન સાધુની દીક્ષા. ૧૭ વર્ષની વયે સં૦ ૧૬૧ર ભાદ્રપદ શુદિ નવમી ગુરૂવારે જેસલમેરમાં સૂરિપદ. તેમણે અકબર બાદશાહને જૈન ધર્મને બોધ આપ્યો હતો અને બાદશાહે યુગમાં પ્રધાન
Aho ! Shrutgyanam