________________
કરે છે અને એ પ્રમાણે સંસારમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે.
બીજી દૃષ્ટિએ જીવોના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે – સ્થાવર અને ત્રસ. જે જીવો પોતાની મેળે ગતિ કરી શકતા નથી તે સ્થાવર કહેવાય છે. જે જીવો હાલીચાલી શકે છે તે ત્રસ જીવો કહેવાય છે. માટી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિમાં રહેલા જીવો સ્થાવર કહેવાય છે. સ્થાવર જીવોને માત્ર એક જ ઇન્દ્રિય હોય છે અને તે સ્પર્શેન્દ્રિય. ત્રસ જીવોમાં કૃમિ, અળસિયાં વગેરેને સ્પર્શ અને રસ એ બે ઇન્દ્રિયો; કીડી, માંકડ વગેરેને સ્પર્શ, રસ અને ઘાણ એ ત્રણ ઇન્દ્રિયો; માખી, મચ્છર, વીંછી વગેરેને સ્પર્શ, રસ ધ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો; અને ગાય, બકરી, પોપટ, માણસ વગેરેને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ એ પાંચે ઇન્દ્રિયો હોય છે. પંચેન્દ્રિય જીવોને મન પણ હોય છે એટલે તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કહેવાય છે. જીવોના ભેદપ્રભેદ અને કાર્ય વિશે બહુ વિગતે વિચારણા જૈન-શાસ્ત્રોમાં કરવામાં આવી છે.
(૨) અજીવ : જેમાં ચેતન નથી, જેમાં સુખદુખની અનુભૂતિ નથી તે અજીવ કહેવાય છે. અજીવના પાંચ પ્રકાર છેઃ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ. એમાં પુદ્ગલ મૂર્ત તત્ત્વ છે અર્થાત્ રૂપી તત્ત્વ છે અને બાકીનાં ચાર અમૂર્ત અથવા અરૂપી તત્ત્વ છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ન હોય અને જે આંખ વડે જોઈ ન શકાય તે અરૂપી તત્ત્વ છે. ધર્માસ્તિકાય એ ગતિસહાયક તત્ત્વ છે. આ તત્ત્વ વિના જીવ કે જડ વસ્તુને ગતિ સાંપડી ન શકે. અધર્માસ્તિકાય જીવ કે વસ્તુને સ્થિર થવામાં સહાયક તત્ત્વ છે. આકાશ એટલે કે અવકાશ અર્થાતુ ખાલી જગ્યા તે લોક અને અલોકમાં વ્યાપ્ત છે. જ્યાં જીવ તથા ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને પુગલ છે ત્યાં સુધી લોક છે. તેની બહારનો પ્રદેશ અલોક છે અને તે અનંત છે. અણુના સમૂહને પુગલ કહેવામાં આવે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુ તે પરમાણુ. તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ હોય છે. પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. અનંતાનંત પરમાણુઓનો આ લોક બનેલો છે. જીવ અને પુગલમાં પરિવર્તન આણનાર, નવી વસ્તુને જીર્ણ કરનાર તત્ત્વ તે કાલ છે. જીવ અને આ પાંચ પ્રકારના અજીવ એમ મળીને કુલ કદ્રવ્યો છે જેની આ સમસ્ત સૃષ્ટિ બનેલી છે.
(૩) પુણ્ય : જે તત્ત્વ આત્માને શુભ તરફ લઈ જાય છે તે પુણ્ય. મન, વચન અને કાયાથી જે શુભ કર્મો બંધાય છે તે પુણ્ય. દાન, શીલ, તપ, શુભ ભાવ ઈત્યાદિથી પુણ્ય બંધાય છે. માણસને ઉત્તમ કુળ, આરોગ્ય, રૂપ, સંપત્તિ, કીર્તિ, સારો પરિવાર, શુભ સંયોગો, દીર્ધાયુષ્ય વગેરે પુણ્યના પરિણામે સાંપડે છે.
૪ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org