Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 314
________________ છે. માર્દવ એટલે માનનો નાશ.]. ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, ૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિના હોવાં જોઈએ. વસ્તુતઃ આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે : अट्ठमयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए, रुवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે- (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને ઐશ્વર્યમદ.] આ આઠ પ્રકારનાં મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે “મારી પાસે નાગદેવતા, ગુરુડદેવતા આવે છે અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે–એવો મદ પણ માણસને થઈ શકે છે. રત્નકરંડક શ્રાવકાચારમાં શ્રી સમંતભદ્રાચાર્યે કહ્યું છે : ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु हतस्मया ॥ [જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાને જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એ આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માન' કહ્યું છે.] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : कुलरुवजादिबुद्धिसु तवसुदसीलेसु गारवं किं चि। जो ण वि कुव्वदि समणो मद्दवधम्म हवे तस्स ॥ [જે શ્રમણ (અથવા મનુષ્ય) કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, ાસ્ત્ર અને શીલના વિષયમાં જરા પણ લોલુપતા અથવા અહંકાર રાખતો નથી તેને માર્દવ ધર્મ થાય છે.] જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુત કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને ર૬૮ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348