________________
આમ જોવા જઈએ તો માણસની તૃષ્ણા, વાસના, ઈચ્છાઓનો કોઈ અંત નથી. ધન, સત્તા, ભોગોપભોગની સામગ્રી, કીર્તિ ઈત્યાદિ માટેની એની ભૂખ સદૈવ સતત પ્રદીપ્ત રહે છે. ગમે તેટલું મળે તો પણ ઓછું પડે. ભગવાન મહાવીરે કહ્યું છે કે રૂછાયો મા IIક્ષમા ૩નંતિયા | ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે. આકાશનો છેડો નથી તેમ ઇચ્છાઓનો છેડો નથી. એક ઇચ્છા પરિપૂર્ણ થાય ત્યાં બીજી જાગી જ હોય. માણસની વૃત્તિઓ આવી હોય તો, જ્યારે પોતાની અપેક્ષા કરતાં, અધિકારપૂર્વક મળવું જોઈએ તે કરતાં ઓછું મળ્યું હોય ત્યારે માણસ બેચેન થયા વગર રહેતો નથી.
જેણે થોડાથી સંતોષ માનવો હોય તેણે પોતાની ઇચ્છાઓ ઉપર સંયમ મેળવવો જોઈએ. જ્યારે જ્યારે જે જે ઈચ્છા થાય તે સંતોષવાનો પ્રયત્ન કરવા કરતાં તેના ઉપર કાબૂ મેળવી, તેવી ઇચ્છાઓ ક્રમે ક્રમે ઓછી કરવાથી આત્મબળ ખીલે
છે.
પોતાની ઈચ્છાઓ અતૃપ્ત રહે છે એ પ્રકારની સભાનતા કે એ માટેનું દુઃખ કે કષ્ટ પછી નથી રહેતું. પોતે કેટલા શક્તિમાન છે કે આવી નાની-મોટી ઈચ્છાઓને સ્વચ્છાએ જતી કરી શકે છે એ પ્રકારની શ્રદ્ધાપૂર્વકની પ્રસન્નતા હોવી જોઈએ. એથી આગળ જતાં તો ઇચ્છાઓ જન્મે જ નહિ એ સ્થિતિ સુધી પહોંચી જઈ શકાય છે. વારંવાર નિસ્પૃહ રહેવાના મહાવરાથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય.
પોતાને ઓછું મળ્યું હોય ત્યારે વાસ્તવિકતાનો સહર્ષ, સસ્મિત સ્વીકાર એ જીવન જીવવાની એક શ્રેષ્ઠ ચાવી છે. એવી વ્યક્તિ દ્વારા નિરાશા, વિસંવાદ કે સંઘર્ષનાં આંદોલનો ઉદ્દભવતાં નથી.
માણસ એમ જો વિચારતો થઈ જાય કે પોતાને જે ઓછું મળ્યું છે તેની પાછળ કોઈક કારણ તો હોવું જ જોઈએ. મનની ઉદારતા અને તત્ત્વની શ્રદ્ધા વગર એવું કારણ સમજવાનો પ્રામાણિક પ્રયત્ન શક્ય નથી. આ જગતમાં જે કંઈ બને છે અને બની રહ્યું છે તેમાં કોઈક નિયમ રહેલો છે. વિશ્વના એ નિયમમાં પોતાને હસ્તક્ષેપ કરવો નથી તથા કરવો એ વ્યર્થ છે એવી તાત્ત્વિક સમજણ પ્રાપ્ત થાય અને પોતપોતાના કર્માનુસાર દરેક જીવ પ્રાપ્ત કરે છે અને ભોગવે છે તથા પોતાના લાભાન્તરાય કર્મના ઉદય વગર ઓછું મળે નહિ એવી શ્રદ્ધા રહે તો ઘણી નિરાશામાંથી બચી જવાય.
થોડામાં સંતોષ માનવો એનો અર્થ એ નથી કે માણસે સરસતાનો અને સંપૂર્ણતાનો આગ્રહ ન રાખવો જોઈએ. વ્યવહારિક જીવનમાં જ્યાં એની જરૂર હોય ત્યાં માણસ જો એવો આગ્રહ ન રાખે તો પુરુષાર્થહીન અને પ્રમાદી બની જવાનો
ર૭૬
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org