Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 325
________________ કરે છે. પૌગલિક પદાર્થોમાં પણ સર્જન અને સંહારની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જૂનાં મકાનો તૂટે છે, નવાં મકાનો બંધાય છે. જૂનાં વૃક્ષોનો નાશ થાય છે અને નવાં વૃક્ષો ઊગે છે. ચીજ વસ્તુઓ થોડા વખતમાં જરીપુરાણી, નાખી દેવા જેવી થાય છે. કાળનો પ્રભાવ ઘણો મોટો છે. માત્ર મનુષ્યસૃષ્ટિનો જ વિચાર કરીએ તો રાત્રે સૂઈને સવારે ઊઠીએ એટલી વારમાં તો આ પૃથ્વી પરથી લાખો માણસોએ વિદાય લઈ લીધી હોય છે અને લાખો નવાં બાળકો અવતર્યા હોય છે. એક કલાકની ૬૦ મિનિટ અથવા ૩૬૦ સેકન્ડ. બાર કલાકની ૪૩૨૦ સેકન્ડ અને ચોવીસ કલાકની ૮૬૪૦ સેકન્ડ. ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા દસ લાખ માણસો મૃત્યુ પામતા હોય તો એક સેકન્ડમાં– આંખના એક પલકારા જેટલી વારમાં તો આ પૃથ્વી પર ઓછામાં ઓછા સો માણસોએ પોતાનો દેહ છોડ્યો છે એમ સમજાશે. ક્યારેક દુર્ઘટના બને તો અચાનક અનેક માણસો મૃત્યુ પામે છે. કુદરતના કોપ આગળ કોઈનું ચાલતું નથી. ગુજરાતના ધરતીકંપમાં આપણે જોયું કે એક-દોઢ મિનિટમાં હજારો સાજાસામાં, હરતાફરતા માણસોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા. “ઘડીના (૨૪ મિનિટના) છઠ્ઠા ભાગમાં' જેવી કહેવતને પણ ખોટી પાડે એટલી ઓછી વારમાં ભયંકર દુર્ઘટના બની ગઈ. આવી ઘટના આપણી આંખ ખોલે છે. જીવન કેટલું બધું ક્ષણભંગુર છે તેની પ્રતીતિ કરાવે છે. મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણીને દસ દસ વર્ષના એના દસ વિભાગ કરવામાં આવે છે. ધણાંગ સૂત્રમાં એ દસે દસકાનાં સાર્થક નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે : (૧) બાલા, (૨) ક્રીડા, (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયની, (૭) પ્રપંચા, (૮) પ્રચારા, (૯) મુમુખી અને (૧૦) શાયની. એક રાજસ્થાની લોકોકિત પ્રમાણે માણસના આ દસ દસકા કેવા હોય છે તે બતાવતાં કહેવાયું છે : દસાં ઘવડો, વીસ બાવશે, તીસાં તીખો, ચાલીસાં ફક, પચ્ચાસ પાકો, સાઠાં થાકો, સત્ત (૭૦) સડિયો. અસ્સી ગલિયો, નળે નાગો, સોવાં ભાગો. દસ વર્ષ સુધીનો છોકરો દાવડો, ચાવડો, કાલુ બોલનારો, અક્કલ વગરનો ગણાય છે. વીસ વર્ષ થવા આવતાં, યુવાની પ્રવેશતાં તે બહાવરો બની જાય છે. એને કંઈ સૂઝ પડતી નથી. તીસની ઉંમરે શક્તિ ઊભરાતાં તીખા સ્વભાવવાળો, વાતવાતમાં ચિડાઈ જતો, રુઆબ કરતો થઈ જાય છે. ચાલીસની ઉમરે એના શરીરનો વો અન્ને નોઘvi - ૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348