Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 347
________________ ડૉ. હસુ યાજ્ઞિક ડૉ. હસુ યાજ્ઞિક, હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિકનો જન્મ રાજકોટમાં તા. ૧૩-૨-૧૯૩૮માં. અભ્યાસ એમ.એ. પીએચ.ડી. અને વાયોલિન વાદનમાં પ્રથમ વર્ગમાં વિશારદ થયા. ઈ.૧૯૯૩થી ૧૯૮૨ સુધી એમણે એમ. પી. શાહ કૉલેજ સુરેન્દ્રનગર, ડી. કે. વી. કૉલેજ જામનગર અને ગુજ રાત-કોલેજ અમદાવાદ વગેરે સરકારી કૉલેજોમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ૧૯ વર્ષ સેવા આપી અને ૧૯૮૨થી ૧૯૯૬ની નિવૃત્તિ સુધીના ૧૪ વર્ષ ગુજરાત રાજ્યની ગુજરાતી, સંસ્કૃત, હિંદી અને સિંધી અકાદમીઓમાં સેવા આપી . નિવૃત્તિ પછી ૧૯૯૬થી ૨૦૦૪ સુધી એમણે શ્રી ઝવેરચંદ મેઘાણી લોકવિદ્યાસંશોધન ભવનમાં એકઝીક્યુટીવ ટ્રસ્ટી અને નિયામક તરીકે માનદ સેવા આપી. | ડૉ. હસુ યાજ્ઞિક ૧૯૫૬થી લખે છે અને ૧૯૬૬થી આજ સુધીમાં જનસત્તા, સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલછાબ, જન્મભૂમિ પ્રવાસી, મુંબઈ સમાચાર વગેરે વર્તમાન પત્રોમાં તેમની કૉલમ તથા ધારાવાહી નવલકથાઓ પ્રગટ થયાં છે. એમનાં ૧૨૫ તથા વિશ્વસાહિત્યની અનુવાદિત પુસ્તકોના સંપાદનનાં ૩પ પુસ્તકો મળી ૧૬૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમના શોધપત્રો પેરિસ (ફ્રાન્સ), શિયાટલ (અમેરિકા), વેનિસ (ઈટાલી) વગેરેમાં વંચાયા છે અને તે તે યુનિવર્સિટી દ્વારા પ્રગટ થયા છે. એમનાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો મળ્યા છે. વાર્તા માટે રોપ્ય ચંદ્રક, સ્કાયલાર્ક એવૉર્ડ, લંડન, ગુજરાતી સાહિત્ય અકાદમીની ફેલોશિપ, ઝવેરચંદ મેઘાણી Persones એવોર્ડ વગેરે મળ્યા છે. Wan Education For theate ary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348