Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 327
________________ પાણી ખલાસ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે બધું પાણી ધીરે ધીરે ચાલી ગયું. સામાન્ય રીતે જન્મથી શરૂ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધી શરીર વૃદ્ધિ પામતું રહે છે, દેહકાન્તિ ઉજ્વળ રહે છે, શરીરનું બળ વધતું રહે છે. પરંતુ ચાલીસપિસ્તાલીસની ઉંમર પછી શરીરમાં રોગો ચાલુ થઈ જાય છે. પાચનશક્તિ મંદ પડવા લાગે છે. ઈન્દ્રિયોની શક્તિ ઘસાવા લાગે છે. તેજસ્વિતા ઓછી થવા લાગે છે. સફેદ વાળ ચાલ થાય છે. આંખો ઝીણી થઈ ઊંડી ઊતરે છે. શરીરે કરચલીઓ પડવા લાગે છે. મોટું હવે ડાચું બની જાય છે. અવાજ કર્કશ થાય છે. દાંત પડવા લાગે છે. લાકડીનો ટેકો લેવો પડે છે. જ્યાં સુધી દેહ સુદઢ, સશક્ત હોય છે ત્યાં સુધી સ્વજનોને આપણે પ્રિય લાગીએ છીએ. જોવાની, સાંભળવાની શક્તિ ક્ષીણ થાય એટલે પોતાને તો કેટલીક વાતમાં કંટાળો આવે, પણ સ્વજનોને પણ આપણી સ્થિતિથી કંટાળો આવે વૃદ્ધાવસ્થામાં ચિત્તની શક્તિ મંદ પડી જાય. વાત તરત સમજાય નહિ બોલતાં વાર લાગે. યાદ રહે નહિ. આથી સ્વજનો, મિત્રો વગેરે સાથેના વ્યવહારમાંથી મીઠાશ ઓછી થતી જાય છે. એકની એક વાત વારંવાર કહેવા–પૂછવાથી સ્વજનો પણ ચિડાયા કરે છે. વૃદ્ધોના કામ માટે સ્વજનોને રોકાઈ રહેવું પડે, સમયનો ભોગ આપવો પડે ત્યારે આરંભમાં ભલે તેઓનું વર્તન સારું હોય, તોપણ હવે ક્રમે ક્રમે સ્વજનો નારાજ થવા લાગે છે. ઓછું કામ કરે છે. વચ્ચે વચ્ચે બહાનું બતાવી છટકી જાય છે. એમાં પણ વૃદ્ધ માણસ જ્યારે પથારીવશ થઈ જાય છે, કફ નીકળે છે, અડોપેશાબ અચાનક થઈ જાય છે ત્યારે તો સ્વજનો જ ઇચ્છે છે કે ડોસો કે ડોસી ઝટ જાય તો સારું. ‘ડોસો મરતો નથી અને માચી છોડતો નથી” જેવા તુચ્છકાર વાચક પણ પુત્રવધૂઓ માંહોમાંહે ઉચ્ચારવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં ભલભલા માણસો, શરીરથી લાચાર બની જાય છે. કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ’ એમ એટલા માટે પણ કહેવાય છે. મોઢે મોઢ સરસેનાપતિઓ યુદ્ધમાં અપ્રતિમ તાકાતથી વિજય મેળવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તેઓ લાચાર બની જાય છે. એવરેસ્ટનું શિખર સર કરનાર તેનસિંગને વૃદ્ધાવસ્થામાં જ્યારે હૃદયરોગની ગંભીર બીમારી થઈ હતી ત્યારે એક પગથિયું ચડવા માટે બે બાજુ બે જણનો ટેકો લેવો પડતો હતો. વૃદ્ધાવસ્થામાં સ્વજનો જ્યારે વિપરીત થઈ જાય છે ત્યારે ગ્લાનિ નિર્વેદ ચિંતા તિરસ્કાર, ધિક્કાર વગેરેની લાગણી તેઓ પ્રત્યે જન્મે છે. ક્યારેક તો વૃદ્ધો પ્રગટ વગો કફ નોવ્યાં રા ૨૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348