Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 329
________________ દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભ્યાસ રહ્યા કહે છે. અનાદિ કાળથી જીવ પુદ્ગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો સ્વતંત્ર ખ્યાલ આવતો નથી. હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી. એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રના કુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે : दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ॥ જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલાં પાંદડાં ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !] परिजरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते । ते सव्वबले व हायइ, समयं गोयम मा पमायए ॥ હેિ ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કિર નહિ !] - ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસારવું તે ઊતરવું જોઈએ. વકો ઉમ્બેઃ ગોત્ર ૨ ૨૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348