Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 319
________________ थोवं लडुं न खिंसऐ। [થોડું મળતાં ખેદ ન કરવો ભગવાન મહાવીરે સાધુઓની આચારસંહિતા એવી વિગતસભર દર્શાવી છે કે જે સાધુઓના સંયમ–જીવનમાં અને એમના આધ્યાત્મિક સાધનામાં અત્યંત ઉપયોગી બને છે. કેમ બેસતું, કેમ ઊઠવું, કેમ સૂઈ જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ગોચરી લેવા નીકળવું, ગોચરી વહોરતી વખતે કેવું ધ્યાન રાખવું, ગોચરી કેવી વાપરવી, વિહાર કેવી રીતે કરવો વગેરે અનેક બાબતોમાં બહુ દીર્ધદષ્ટિપૂર્વક ભગવાન મહાવીરે સાધુઓને ભલામણ કરી છે. જૈન સાધુઓની ગોચરીની પ્રથા વિલક્ષણ અને અદ્વિતીય છે. નીરસ, લુખ્ખા આહાર ઉપર તથા ઉણોદરી ઉપર એમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે “દસકાલિક સૂત્રમાં કહ્યું છે: अतिंतिणे अचवले अप्पभासी मियासणे । - हविज्ज उवरे दंते थोवं लड़े न खिंसए ॥ | મુનિ આવેશમાં ન બોલનાર, ચંચલતારહિત, અલ્પભાષી, મિતભોજી, ઉદરનું દમન કરનાર તથા થોડું મળતાં ખેદ (અથવા ચીડ) ન કરનાર હોય.] ગોચરી આ સાધુ મહારાજોના ચિત્તના અધ્યવસાયોની કસોટી કરનારી પ્રવૃત્તિ છે. કોઈક ઘરે સારો આહાર મળે, તો કોઈક ઘરે જેવો તેવો નીરસ આહાર મળે; કોઈક ઘરે વાનગીઓ સરસ હોય પણ વહોરાવવામાં ભાવ ન હોય, તો કોઈક ઘરે વાનગીઓ થોડી અને સાધારણ હોય પણ આવકાર બહુ સારો મળે; કોઈક ઘરે આદર બહુમાન ન મળે તો વળી કોઈક વહોરાવનાર વહોરાવતાં વિચાર પણ કરે કે પછી ઘરનાંને માટે શું રહેશે ? કોઈક વાનગી માટે ફરીથી ચૂલો સળગાવવો પડશે.” કોઈ ઘરે વહોરાવનારનો ભાવોલ્લાસ ઘરનાં સૌના ચહેરા પર દેખાઈ આવે. ગોચરીમાં જ્યારે થોડું મળે અથવા ગોચરી વાપરતી વખતે પોતાની ઇચ્છા હોય એના કરતાં ગુરુ મહારાજ ઓછું આપે ત્યારે ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવી, અધ્યવસાયને જરા પણ વિચલિત ન થવા દેવા એમાં સાધુ મહારાજની ઘણીમોટી ગોવં નવું ન GિI ૨૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348