________________
અધ્યયન કરાવે છે તે ઉપાધ્યાય. જેઓ ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરી, પાંચ મહાવ્રતો ધારણ કરી સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે તે સાધુ.
જૈનોમાં કોઈ પણ શુભ કાર્યના આરંભ વખતે, દુખ કે સંકટ આવી પડે ત્યારે, સૂતાં કે ઊઠતાં, માણસની અંતિમ ઘડીએ–એમ જુદે જુદે વખતે હંમેશાં નવકારમંત્રનો જાપ કરવામાં આવે છે. આ મંત્રનો એકાગ્રતાથી નિયમિત જાપ કરનાર મોક્ષપદનો અધિકારી બને છે.
જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો અને વિષયોનો અહીં સંક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યો છે. જૈન ધર્મના ગ્રંથોમાં આ અને બીજા ઘણા બધા વિષયોની ગહન, સૂક્ષ્મ, શાસ્ત્રીય, તર્કબદ્ધ અને ઝીણવટભરી વિચારણા કરવામાં આવી છે. સાહિત્યના ક્ષેત્રે પણ જૈન વિદ્વાનો અને સાધુકવિઓએ સંસ્કૃત, પ્રાકૃત આપભ્રંશ, જૂની ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ભાષામાં પુષ્કળ મહત્ત્વનું કાર્ય કર્યું છે. આચારના ચુસ્ત અને કડક પાલન દ્વારા જૈન સાધુસાધ્વીઓએ ભગવાન મહાવીરના સમયથી ચાલી આવતી શ્રમણપરંપરાને અખંડિત જાળવી રાખી છે.
જૈન ધર્મ કોઈ એક જ્ઞાતિ કે સંપ્રાદાયનો ધર્મ નથી. એમાં રાષ્ટ્ર, જાતિ કે વર્ણનો કોઈ ભેદભાવ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણના મહાન પુરુષો જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયાનાં પુષ્કળ ઐતિહાસિક દૃષ્ટાંતો મળે છે. જૈન ધર્મે જીવનની પ્રત્યેક પ્રકારની પરિસ્થિતિનો સૂક્ષ્મતમ વિચાર કર્યો છે અને ગમે તેવી પરિસ્થિતિવાળા માણસને માટે પણ આત્મોન્નતિનો રાહ દર્શાવ્યો છે.
Jain Education International
૧૮ * જૈન ધર્મ દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org