________________
કર્યો હોત. ભૂતકાળ પર નજર ફેરવતાં દરેક વ્યક્તિને થોડુંઘણું એવું લાગવાનું જ કે પોતાનો અમુક સમય ખોટી રીતે વેડફાઈ ગયો હતો.
સમયની બાબતમાં સભાન રહેવું એનો અર્થ એ નથી કે સમય સાચવવા સતત ચિંતિત રહેવું. સમયની બાબતમાં સમજપૂર્વક સભાન હોવું તે એક વાત છે અને ઉતાવળિયા થવું, રઘવાટ કરવો, તંગ થઈ જવું, ચિંતિત થઈ જવું તે બીજી વાત છે. માણસે સમયને દાસ બનાવવો જોઈએ. એના પોતે ગુલામ ન બનવું જોઈએ. કેટલાક લોકો સમય સાચવે છે. ઘડિયાળના ટકોરે બધું કરે છે, પણ એમના જીવનમાં કોઈ પ્રગતિ કે શાન્તિ દેખાતી નથી. વર્તમાન જગતમાં Time Stress ઘણા માણસો અનુભવે છે અને એથી હૃદયની બીમારીના કે માનસિક તનાવના, ડિપ્રેશનના ભોગ બની જાય છે. જેમ સમયની સભાનતાની જરૂર છે તેમ નિરાંતની પણ એટલી જ જરૂર છે. કહ્યું છે :
What is this life full of care, If there is no time to stand and stare.
એટલા માટે જ એક લેખકે કહ્યું કે To do great work a man must be idle as well as very industrious. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વસ્થતા, સંયમ, ધીરજ, ધર્ય વગેરે સદ્ગણો કાળના સ્વરૂપને સમજવામાં અને એનો વધુમાં વધુ લાભ લેવામાં ઉપયોગી નીવડે છે.
આપણે જોઈએ છીએ કે દંભી માણસો પોતાની મોટાઈ બતાવવા માટે બીજાની સાથે સરખી વાત કરતા નથી. સમય વિશેની એમની કૃત્રિમ સભાનતામાં એમનું મિથ્યાભિમાન ડોકિયા કરતું હોય છે. પોતાને જરા પણ ફુરસદ નથી એવું બતાવીને ભાગનારા પછી સમય પસાર કરવા માટે વલખા મારતા હોય છે. માણસ સમયની બાબતમાં સતત સભાન હોય અને છતાં એની સભાનતા બીજાને કળાતી ન હોય અને એના વર્તનને જરા પણ કૃત્રિમ બનાવતી ન હોય તેવા માણસોએ કાળના મર્મને પચાવ્યો છે એમ કહી શકાય.
કાંડે ઘડિયાળ પહેરી હોય છતાં અનેક માણસો પોતાનો કીમતી સમય વેડફી નાખે છે. જાણે કેટલો સમય વેડફાઈ ગયો એ જાણવા માટે જ ઘડિયાળ ન પહેરી હોય ! જોકે એ જાણવાની દરકાર પણ કેટલાને હોય છે? વસ્તુતઃ સમયને પારખવા માટે પોતાની પાસે ઘડિયાળ હોવી જરૂરી નથી. અનેક અપરિગ્રહી સાધુસંન્યાસીઓ પાસે ઘડિયાળ નથી હોતી, પરંતુ કેટલા વાગ્યા છે એવો સમયનો ખ્યાલ આપણા કરતાં તેમને વધુ હોય છે. સમય એમની આસપાસ સતત રમતો હોય છે. કોઈક મહાત્માઓને તો એવો મહાવરો થઈ ગયો હોય છે કે તેઓ કહે તે સમય સાચો
વા વાર્તા સમાયરે I
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org