Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 307
________________ જન્મે છે. પરિગ્રહની જાળવણી અને ગણતરીમાં માણસના જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં માણસને પોતાના વેડફાઈ ગયેલા એ સમયનું સાચું ભાન થાય છે ત્યારે પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. સાદાઈથી જીવના૨ને પોતાની જિંદગીનો ઘણોબધો સમય પોતાને માટે મળે છે. એ નિજાનંદનું મૂલ્ય તો અનુભવે જેને સમજાયું હોય તે જ વધુ સારી રીતે કહી શકે. દુનિયાનાં દુ:ખોનું, ક્લેશ-કંકાસ, વેરઝેર વગેરેનું પૃથક્કરણ કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તેનું મૂળ માલ-મિલકતની વહેંચણીના ઝઘડાઓમાં રહેલું જણાશે. સગા ભાઈઓ વચ્ચે પણ કમાણીની અસમાનતા થાય અને એની સાથે પોતપોતાની જુદી જુદી પરિગ્રહવૃત્તિ બળવાન બને તો ભાઈઓ–ભાઈઓ વચ્ચે પણ દ્વેષ, ઈર્ષ્યા, મત્સર વગેરે જન્મે છે. એમાંથી અનુક્રમે અણબનાવ, તકરાર, વેરભાવ વગેરે જન્મે છે. માત્ર પૈસાની તકરારને કારણે જ બે સગા ભાઈઓ વચ્ચે ખુદ પિતા અને પુત્ર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન રહે કે એક જણ બીજાનું ખૂન કરવા પ્રેરાય એટલી હદ સુધીની ઘટનાઓ બનતી ઘણે ઠેકાણે જોવા મળે છે. એક કુટુંબમાં જ જો આ રીતે બનતું હોય તો સમાજની ભૂમિકાએ તો તેમ બનવું અશક્ય નથી. માલ-મિલકતનું લક્ષણ એવું છે કે સમય જતાં એની વહેંચણી કરવાના પ્રસંગો અવશ્ય આવે જ છે. બીજી—ત્રીજી પેઢી આવતાં કે અચાનક કોઈનું અવસાન થતાં એવા પ્રસંગોની અનિવાર્યતા ઊભી થાય છે. વળી, માલ-મિલકતનું સ્વરૂપ જ એવું છે કે દરેક વખતે એની સરખે ભાગે યથાર્થ વહેંચણી થઈ શકતી નથી. એની કિંમત આંકવામાં જ ઝઘડા શરૂ થઈ જાય છે. સંજોગો, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની પાત્રતા, સરકારી કાયદાઓ વગેરેને કારણે ક્લેશ કે સંઘર્ષ થયા વગર રહેતો નથી. સ્પષ્ટ ન દેખાય તોપણ માનસિક ક્લેશ, ઈર્ષ્યા કે વેરભાવનાં બીજ વવાય છે. માણસ પોતાની હયાતીમાં જ ઉદાર ભાવે સમજણપૂર્વક પોતાનાં માલ-મિલકતનું વખતોવખત વિસર્જન કરતો રહે તો ક્લેશ-કંકાસનાં નિમિત્તો ઓછાં થાય, વાતાવરણમાં પ્રસન્નતા રહ્યા કરે અને પોતાની સામાજિક કર્તવ્યબુદ્ધિ અને અંગત ધર્મષ્ટિ ખીલતી રહે. મનુષ્યની પરિગ્રહવૃત્તિનો કોઈ અંત નથી. જેટલી સારી નવી વસ્તુઓ જોવા મળે તે બધી જ લેવાનું માણસને મન થાય છે, પછી તેનો ઉપયોગ કરવા માટે પોતાની પાસે ફુરસદ હોય કે ન હોય. સમૃદ્ધ લોકોના ઘરમાંથી પ્રતિવર્ષે કેટલીયે નવી ખરીદેલી વસ્તુ વપરાયા વગર જૂની થઈ જવાને કા૨ણે કાઢી નખાય છે. કેટલીક એવી વસ્તુઓ તો સીધી કચરામાં જાય છે. ાિહ નિવિાળ વે તેસિં પવર્લ્ડ * ૨૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348