Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 306
________________ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई પરિગ્રહ વધારનાર વેર વધારે છે) ભગવાન મહાવીરે કહ્યું છે કે "હિં નિવિદ્યાપ વેરું તેલં વિદ્દ એટલે કે જે પોતાનો પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાઓનું વેર વધારે છે. સામાન્ય લોકોની સામાન્ય ખ્યાલ એવો છે કે જેમ માણસ પાસે ધનસંપત્તિ અને સુખસગવડનાં સાધનો વધારે તેમ માણસ વધારે સુખી અને સમાજમાં તેને બહુ માનપાન મળે. સ્થૂલ ઉપલક ભૌતિક દૃષ્ટિએ આ કદાચ સાચું લાગે, પણ પ્રજ્ઞાશીલ વ્યક્તિ સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિથી વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થશે કે પરિગ્રહ એ દુઃખનું મોટું કારણ છે; અર્થ એ અનર્થનું મૂળ છે. અપરિગ્રહ તથા પરિગ્રહ–પરિમાણ ઉપર જૈન ધર્મે જેટલો ભાર મૂક્યો છે તેટલો અન્ય કોઈ ધર્મે મૂક્યો નથી. ભગવાન મહાવીરે પંચ મહાવ્રતમાં અપરિગ્રહને એક મહાવ્રત તરીકે યોગ્ય રીતે જ સ્થાન આપ્યું. એમાં શુદ્ધ નિશ્ચયદષ્ટિએ ઘણુંબધું રહસ્ય રહેલું છે, પરંતુ સામાજિક ને વ્યાવહારિક કક્ષાએ પણ અપરિગ્રહનું મૂલ્ય ઘણું મોટું છે. સાધુ ભગવંતોએ અપરિગ્રહના મહાવ્રતનું અને ગૃહસ્થોએ “પરિગ્રહપરિણામના અણુવ્રતનું પાલન કરવાનું હોય છે. પરિગ્રહ વિશે ઘણા જુદા જુદા દષ્ટિકોણથી વિચારણા થઈ શકે, પરંતુ અહીં તો માત્ર પરિગ્રહ વધારનાર બીજાઓ સાથે જાણતાં, અજાણતાં કેવી રીતે વેર બાંધે છે એ એક પાસા વિશે વિચારીશું. આહાર, નિદ્રા, મૈથુન, ભય અને પરિગ્રહ એ જીવની બળવાન સંજ્ઞાઓ છે. પોતાને ઈષ્ટ એવી વસ્તુઓ મેળવવી અને એનો સંગ્રહ કરવો એ જીવનું સામાન્ય લક્ષણ છે. આ કુદરતી સંજ્ઞાને અતિક્રમવા માટે ઘણા મોટા આત્મિક પુરુષાર્થની આવશ્યકતા રહે છે. પરિગ્રહ સાથે એટલે ધનસંપત્તિ વગેરે સાથે તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, ખોવાઈ જવાનો કે બગડી જવાનો ભય સંકળાયેલો રહે છે. તે માટે સાવચેતીનાં વધુ પડતાં પગલાં લેવાથી બીજાનાં મનમાં શંકા, અવિશ્વાસ, અપ્રીતિ વગેરેના ભાવો ૨૬૦ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348