________________
આનુપૂર્વીના ત્રણ પેટાપ્રકારો બતાવવામાં આવે છે. (૧) મૂળથી નિશ્ચિત કરેલા અંત સુધી જે ક્રમ હોય છે તેને પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે. એટલે કે એકથી દસ સુધીની સંખ્યા નિશ્ચિત કરી હોય (અથવા સંખ્યા વધારે કે ઓછી પણ કરી શકાય) અને તે ક્રમાનુસાર હોય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય છે. (૨) આપેલી સંખ્યાને અંતથી મૂળ સુધી ક્રમાનુસાર ગોઠવવામાં આવી હોય તો તેને પસાનુપૂર્વી અથવા પશ્ચાતનુપૂર્વી (અથવા પશ્ચિમાનુપૂર્વી) કહે છે. ઉ.ત. દસથી એક સુધી ક્રમાનુસાર સંખ્યા હોય તો તેને પશ્ચાનુપૂર્વી અથવા પશ્ચાતનુપૂર્વી કહેવામાં આવે છે. (૩) યથાતથ આનુપૂર્વી યથાતથાનુપૂર્વી – જે આનુપૂર્વીમાં મરજી મુજબ ગમે ત્યાંથી શરૂ કરી ક્રમાનુસાર ગમે ત્યાં પૂરું કરવામાં આવે તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય છે. ધારો કે સંખ્યા એકથી દસ સુધીની હોય પરંતુ તેમાં કોઈક વ્યક્તિ ત્રણ કે ચાર કે ગમે ત્યાંથી શરૂ કરી દસ સુધીમાં ગમે ત્યાં અટકે તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય. ઉદાહરણ તરીકે ૨, ૩, ૪, ૫ અથવા ૫, ૬, ૭, ૮, ૯ અથવા ૮, ૯, ૧૦ એ યથાતથ આનુપૂર્વી કહેવાય છે. એવી જ રીતે ૯, ૮, ૭, ૬ અથવા ૭, ૬, ૫, ૪, ૩ જેવા વિપરીત ક્રમને પણ યથાતથ આનુપૂર્વી કહેવાય.
અનાનુપૂર્વી એટલે આનુપૂર્વી નહિ તે. જેમાં આનુપૂર્વીનો ક્રમ સાચવવામાં આવ્યો ન હોય અથવા તે ક્રમને હેતુપૂર્વક બદલવામાં આવ્યો હોય તો તે અનાનુપૂર્વી બને છે. નવકારમંત્રના એકથી પાંચ અથવા એકથી નવ સુધીનાં પદના પૂર્વાનુપૂર્વી કે પડ્યાનપૂર્વીના ક્રમને સાચવવામાં ન આવે અને તેમાંથી જ બીજી કોઈ સંખ્યા વચ્ચે મૂકીને એ કમને તોડવામાં આવે તો તે અનાનુપૂર્વી બને છે. ઉદાહરણ તરીકે ૧, ૨, ૩, ૪, ૫ અથવા ૫, ૪, ૩, ૨, ૧ એ બંને આનુપૂર્વી છે; પરંતુ ૧, ૩, ૪, ૨, ૫ અથવા ૩, ૨, ૪, ૫, ૧ એ અનાનુપૂર્વી છે. પૂર્વાનુપૂર્વી ફક્ત એક જ હોય છે. તેવી રીતે પડ્યાનુપૂર્વી પણ ફક્ત એક જ હોય છે. પરંતુ અનાનુપૂર્વી સંખ્યા અનુસાર એક કરતાં વધુ હોય છે.
આનુપૂર્વી વગર અનાનુપૂર્વી સંભવી ન શકે. અનાનુપૂર્વીના સમગ્ર એટલે કે કુલ સંખ્યાંકમાં આનુપૂર્વીનો સમાવેશ થઈ જાય છે, વસ્તુતઃ અનાનુપૂર્વીમાં બંને છેડે આનુપૂર્વી જ હોય છે. પૂર્વાનુપૂર્વીની પ્રથમ સ્થાપના કર્યા પછી તેના આંકડાઓમાં ગાણિતિક પદ્ધતિએ એવા ક્રમાનુસાર ફેરફાર કરતાં જવામાં આવે છે કે જેથી એક પણ વિકલ્પ અજાણતાં રહી ન જાય કે એક પણ વિકલ્પ ભૂલથી બેવડાય નહિ અને છેલ્લે અનાનપૂર્વી પદ્માનપૂર્વમાં પૂરી થાય છે. એટલા માટે જ ગણિતની દૃષ્ટિએ અનાનુપૂર્વીમાં બંને આનુપૂર્વીનો સમાવેશ થઈ જાય છે.
વિક્રમના પંદરમા શતકમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્ય શ્રી સોમસુંદરસૂરિનો
૫૦ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org