________________
કોઈક એક વૃક્ષની નીચે અથવા તેની સમીપે થાય છે. એટલા માટે એ જ્ઞાનદાતા એવા વૃક્ષને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. ભગવાન ઋષભદેવથી શરૂ કરીને ભગવાન મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોને જે જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું તે ચૈત્યવૃક્ષોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) ન્યગ્રોધ, (૨) સપ્તપર્ણ, (૩) સાલ, (૪) પ્રિયક, (૫) પ્રિયંગુ, (૬) છત્રાધ, (૭) સરિસ, (૮) નાગવૃક્ષ, (૯) માલીક, (૧૦) પીલક્ષ, (૧૧) તિંદુગ, (૧૨) પાડલ, (૧૩) જંબૂ. (૧) અશ્વત્થ, (૧૫) દધિપણ, (૧૬) નદી, (૧૭) તિલક, (૧૮) અંબ, (૧૯) અશોક, (૨૦) ચંપક, (૨૧) બકુલ, (૨૨) વેડસ, (૨૩) ધવ અને (૨૪) સાલ.
સમોસરણમાં પ્રવેશ કર્યા પછી તીર્થકર ભગવાન અશોકવૃક્ષને તે દ્વારા ચૈત્યવૃક્ષને) ત્રણ પ્રદક્ષિણા કરે છે. પછી ભગવાન પૂર્વ દિશાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને પાદપીઠ ઉપર એક અથવા બંને ચરણ ટેકવે છે.
ભગવાન પોતે પૂર્વ દિશામાં સિંહાસન ઉપર બેસે છે અને બાકીની ત્રણે દિશામાં વ્યંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ સિંહાસન અને પાદપીઠ સહિત) કરે છે. આ પ્રતિકૃતિ ભગવાનના પ્રભાવથી જ થાય છે અને તે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. એમ જે થાય છે તે ભગવાનનો જ અતિશય છે.
સમવસરણમાં ભગવાન દેવતાઓની દિવ્ય રચનાને કારણે ચતુર્મુખ હોય છે, છતાં દરેક જીવને ભગવાનનું ફક્ત એક જ મુખ દેખાય છે. કોઈ પણ જીવને એક કરતાં વધારે, બે કે ત્રણ ચાર મુખ દેખાતાં નથી. આ પણ ભગવાનનો જ અતિશય છે. પૂર્વ દિશામાં ભગવાન સાક્ષાત્ બેઠા હોય છે અને બાકીની ત્રણે દિશામાં ભગવાનની માત્ર પ્રતિકૃતિ જ હોય છે, તેમ છતાં બાકીની ત્રણે દિશાના કોઈ પણ જીવને એવો આભાસ થતો નથી કે આ ભગવાનની પ્રતિકૃતિ છે. દરેક જીવને ભગવાન એકરસખા જ દેખાય છે. વળી પૂર્વ દિશામાં રહેલા ભગવાનના મુખમાંથી જે વાણી પ્રગટે છે અને એમના મુખ ઉપર જેવા ભાવો હોય છે તે જ વાણી અને તેવા જ ભાવો, તે જ સમયે અન્ય દિશાની પ્રતિકૃતિઓમાં પણ જોવાય છે. દરેક જીવને ભગવાન પોતાની સન્મુખ છે, એવું લાગે છે. ભગવાન ક્યારેક કોઈ પણ જીવને માટે પરામુખ હોતા નથી. “વીતરાગ સ્તવ'ની અવચૂરિમાં કહ્યું છે કે :
'तीर्थंकरा हि सर्वत: सन्मुखा एव, न तु पराङ्मुखाइ क्वापि ।' । સમવસરણમાં બિરાજમાન થાય પછી દેશના આપતાં તીર્થકર ભગવાન સર્વપ્રથમ “નમો તિર્થ' એમ કહી તીર્થને નમસ્કાર છે. અહીં તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. ભગવાન સર્વપ્રથમ સંઘને નમસ્કાર કરે છે. પોતે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું હોવા છતાં સર્વ જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદર્શ બતાવવા
૮૮ - જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org