________________
શોભા છે. સાધુ સીવેલાં વસ્ત્ર ન પહેરે. સાધુઓ પોતાનાં વસ્ત્ર પોતે જ ધુએ. ઓછામાં ઓછા પાણીથી. ગૃહસ્થ પાસે વસ્ત્રો ન ધોવડાવે. પોતે પણ રોજેરોજ વસ્ત્ર ન ધુએ. દિગંબર મુનિઓ તો જીવનપર્યત વસ્ત્ર ધારણ ન કરે.
જૈન સાધુઓ અપરિગ્રહી હોવાથી છત્રી, બૂટ, ચંપલ, છરી, કાતર ઈત્યાદિ કશું જ વાપરતા નથી. તેઓ વાહનનો ઉપયોગ કરતા નથી. ચાતુર્માસ સિવાય એક સ્થળે તેઓ રહેતા નથી. એના નિયમો હોય છે. ઉઘાડા પગે પાદવિહાર એ જૈન સાધુનું એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. ઝડપી વાહનોના વર્તમાન યુગમાં પણ સાધુઓના પાદવિહારમાં સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. સાધુ એથી સ્વાધીન છે. જે વખતે વિચાર થાય તે વખતે તે વિહારનો પોતાનો કાર્યક્રમ તરત ગોઠવી શકે છે. વિહારથી આરોગ્ય સારું રહે છે અને વિશાળ જનસંપર્કમાં રહેવા છતાં કોઈ સ્થળ, સંઘ કે વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ થતાં નથી. સંયમ માટે, બ્રહ્મચર્યના પાલન માટે પણ જંઘાશ્રમપૂર્વક થતો વિહાર બહુ ઉપયોગી છે. પાદવિહારને લીધે જ, શરીર પર ઊંચકી શકાય એટલી જ વસ્તુઓ રાખવાની હોવાથી, પરિગ્રહ પણ પરિમિત બની જાય છે. દિગંબર મુનિઓને તો અનિવાર્ય એવાં પીંછી અને કમંડલુ સિવાય કશો પરિગ્રહ હોતો નથી. એટલે જ દિગંબર મુનિઓ તાણ વિહાર કરી શકે છે.
નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન એ જૈન સાધુની એક મહાન સિદ્ધિ, ઉપલબ્ધિ છે. એના પાલન માટે દઢ નિયમો બતાવ્યા છે. જેન સાધુએ રાત્રે પગ વાળીને પડખે જ સૂવું જોઈએ. જૈન સાધુઓનો આટલો કડક સંયમ હોવાથી દિગંબર નગ્ન સાધુઓ પાસે જતાં સ્ત્રીઓ સંકોચ પામતી નથી. જૈન શાસનની આ અપૂર્વ સિદ્ધિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ કહ્યું છે ;
જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે. સાચી જિનની વાચા. મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતાં, તજતા ભિક્ષા દોષો;
પગ પગ વતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો. જૈન સાધુનું જીવન આચારપ્રધાન છે. જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે સાધુ ભગવંતોએ પોતાના શીલની રક્ષા માટે બહુ સૂક્ષ્મ નિયમોનું પાલન કરવાનું હોય છે. આવા નિયમોનો જો સરવાળો કરવામાં આવે તો તે ઘણો મોટો થાય. શીલના ભેદો ૩૬,૧૮૦, ૧૮00 છે અને એથી આગળ જતાં અઢાર હજાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવે છે :
૩ યોગ X ૩ કરણ ૪૪ સંજ્ઞા X ૫ ઈન્દ્રિયો X ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની
૧૮૨ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org