Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 281
________________ સમુદ્યાત અને શૈલેશીકરણ સમુદ્યાતા અને શૈલેશીકરણ એ જૈન ધર્મના બે પારિભાષિક શબ્દો છે. એ વિશે જૈન ધર્મમાં જેવી વિચારણા કરવામાં આવી છે તેવી અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. સમુદ્યાત એટલે સમ + ઉદ્દઘાત. સમ એટલે સરખું અને ઉદ્યાત એટલે આરંભ, પ્રયત્ન, સંચલન. એટલે કે કર્મોની સ્થિતિને સરખી કરવા માટેનો પ્રયત્ન તે સમુદ્દઘાત. શૈલ એટલે પર્વત, આત્મ-પ્રદેશોને મેરુ પર્વતની જેમ અચલ કરવાની ક્રિયા તે શેલેશીકરણ. જડ અને ચેતન તત્ત્વનો સંયોગ એ એક અદૂભુત ઘટના છે. તેવી જ રીતે જડ અને ચેતન તત્ત્વનો વિયોગ એ પણ એક રહસ્યમય વિસ્મયકારક ઘટના છે. આ સચરાચર વિશ્વમાં જડ અને ચેતન તત્ત્વના સંયોગ અને વિયોગની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચેતન તત્ત્વથી રહિત એવું જડ તત્ત્વ નજરે જોવા મળે છે, પરંતુ જડ તત્ત્વથી રહિત એવું નિર્ભેળ શુદ્ધ ચેતન તત્ત્વ – આત્મ તત્ત્વ – નજરે જોઈ શકાતું નથી. જડ અને ચેતન તત્ત્વના સંયોગ-વિયોગની ઘટનાઓમાં બે મહત્ત્વની ઘટનાઓ જે જન્મ અને મૃત્યુની છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સુધીમાં આયુષ્ય પ્રમાણે જન્મ-મરણની ઘટના સતત ચાલ્યા કરે છે. જન્મની ઘટનામાં જેટલું વૈવિધ્ય છે તેથી વિશેષ વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે. વળી જન્મ કરતાં મૃત્યુની ઘટના મનુષ્યને વિશેષ સંવેદનશીલ અને ચિંતનશીલ બનાવે છે. બધાંનું મૃત્યુ એકસરખું હોતું નથી. તેવી જ રીતે બધાંનો ચેતનરહિત મૃતદેહ પણ એકસરખો હોતો નથી. કોઈકના શબને ઊંચકવા માટે ચાર ડાઘુઓ પણ મળતા નથી. કોઈકના મૃતદેહને નજરે નિહાળવાનું લોકો ચળતા હોય છે. બીજી બાજુ કોઈ સંતમહાત્માના મૃતદેહના અંતિમ દર્શન કરવા માટે હજારો-લાખો માણસોનો ધસારો થાય છે. કેટલાક એ માટે હજારો માઈલનો પ્રવાસ પણ ખેડે છે. કોઈકનો મૃતદેહ તરત કરમાવા લાગે છે, કાળો અને વિરૂપ બનવા લાગે છે; કોઈકના મૃત ચહેરા સમુદ્યાત અને શૈલેશીકરણ ૪ ૨૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348