Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 241
________________ પગલ–પરાવર્ત પુદ્ગલ પ્રાકૃત-પુગ્ગલ, પોગ્ગલ) એટલે જડ તત્ત્વ. પરાવર્ત પરાવર્તન) એટલે પાછું ફરવું, બદલાવવું, ચક્ર, પૂરું કરવું. પુગલ પરાવર્ત એટલે જીવે જડ તત્ત્વના ભોગવટાનું ચક્ર પૂરું કરવું. જીવ કયા પ્રકારનાં જડ તત્ત્વોનો ભોગવટો કરે છે? ક્યાં ક્યાં કરે છે ? ક્યારે કરે છે? કેવી રીતે કેવા ભાવથી કરે છે –એવા બધા પ્રશ્નોના ઉત્તર રૂપે કોઈ સંસારી જીવ પોતાની અંગત વાત કરે તો તે બીજાને રસિક લાગે છે. પરંતુ મોહાસક્તિથી કરેલો એ ભોગવટો જ, માણસને એમાંથી કંટાળીને બહાર નીકળવું હોય તો નીકળવા દેતો નથી. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જડ તત્ત્વ સાથેનો એનો સંબંધ અવિનાભાવ છે, પરંતુ જડ તત્ત્વના ભોગવટા કરતાં પણ કંઈક ઉચ્ચ વસ્તુ છે અને એ જોઈતી હશે તો જડ તત્ત્વ સાથેનો સંબંધ તોડ્યા વગર છૂટકો નથી એ બહુ ઓછા લોકોને સમજાય છે. સંસારના ચાર ગતિના સર્વ પ્રકારના જીવોમાં અંતર્મુખ બની ચિંતન કરવાનો અવકાશ મનુષ્યોમાં સવિશેષ છે. બુદ્ધિશક્તિ હોવાથી માણસો ભૂત, વર્તમાન અને ભાવિ – એમ ત્રણે કાળનો વિચાર કરી શકે છે. પરંતુ મોટા ભાગના લોકોની આ વિચારણા તેઓના વર્તમાન જીવન પૂરતી સીમિત રહે છે. દુનિયામાં અડધા લોકો પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતા નથી. તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલું જીવન એટલું જ અસ્તિત્વ છે એમ માને છે અને એને કેમ વધુ સુખસગવડવાળું તથા આનંદપ્રમોદથી સભર બનાવી શકાય એના આયોજનમાં જ રચ્યાપચ્યા રહે છે. વૈજ્ઞાનિકો પણ એ દિશામાં જ કામ કરે છે. જે ધર્મો જન્મજન્માન્તરમાં માને છે તે ધર્મના કેટલાક અનુયાયીઓ જોકે ભૂતકાળના અને ભવિષ્યકાળના જન્મો વિશે વિચારે છે, પરંતુ તેમાં પણ તે વિશે ઊંડું ચિંતન કરનારા થોડા છે. પોતે અનાદિકાળથી સંસારમાં ચાર ગતિમાં ભટકી રહ્યો છે અને હવે સંસારચક્રમાંથી છૂટી મુક્તિ પ્રાપ્ત કરવી છે એવી લગનીવાળા અને તે પ્રમાણે આચરણ કરનારા જીવે તો બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળશે. વળી, પોતાનું સંસાર-પરિભ્રમણ કેટલા કાળથી ચાલે છે, તે કેટલું લાંબું-પહોળું પુદ્ગલ–પરાવર્ત ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348