Book Title: Jain Dharma Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 265
________________ પોતપોતાના મનની વેશ્યા અનુસાર દરેકના મનમાં જુદો જુદો વિચાર ઉત્પન્ન થયો. એક મિત્રે કહ્યું કે આપણને ભૂખ લાગી છે અને જાંબુ ખાવાનું મન થયું છે, પરંતુ વૃક્ષ ઉપર ચડવામાં કષ્ટ ઘણું છે. વળી જો ઉપરથી પડ્યા તો જાનનું જોખમ છે. એના કરતાં સારો રસ્તો એ છે કે આપણે આખા વૃક્ષને જ નીચેથી કાપીને પાડી નાખીએ તો આરામથી જાંબુ ખાઈ શકાય. આપણી પાસે વૃક્ષને કાપવા માટે કરવત, કુહાડી વગેરે છે. બીજા મિત્રે કહ્યું કે આખા વૃક્ષને કાપી નાખવાની શી જરૂર છે? આપણે મોટી મોટી ડાળીઓ કાપી નાખીએ. જેથી વૃક્ષ બચી જાય અને આપણને જાંબુ મળે. ત્રીજા મિત્રે કહ્યું, “મોટી મોટી ડાળ કાપવાની શી જરૂર છે? જે નાની નાની શાખાઓ છે તે જ તોડી લઈએ. ચોથા મિત્રે કહ્યું, “નાની શાખાઓ તોડવાની પણ જરૂર નથી. ફક્ત જાંબુફળવાળા જે ગુચ્છા (ઝૂમખાં) છે તે તોડી લઈએ.” પાંચમા મિત્રે કહ્યું કે, “આખા ગુચ્છ તોડવાની પણ જરૂર નથી. એમાંથી સારાં સારાં પાકાં જાબું હોય તે ઝૂમખાં હલાવીને જાંબુ પાડી લઈએ તો કેમ ?” છઠ્ઠા મિત્રે કહ્યું, ‘મિત્રો, એમ કરવાની પણ જરૂર નથી. અહીં વૃક્ષ નીચે તો જુઓ ! કેટલાં બધાં સરસ પાકાં જાંબુ પડેલાં છે. આપણે એ જ વીણી લઈએ. ઝાડ પર ચડવાનો શ્રમ લેવાની અને ઝાડને નુકસાન પહોંચાડવાની કંઈ જરૂર નથી.” આ દષ્ટાન્તમાં એક જ હેતુ માટે છે. મિત્રોને જુદા જુદા ભાવ થાય છે. એમાં ઉગ્રતમ ભાવથી કોમલતમ ભાવ સુધીના ભાવો જોઈ શકાય છે. આખું વૃક્ષ કાપવાની વાત કરનારની કૃષ્ણલેશ્યા છે અને નીચે પડેલાં જાંબુ વીણી લેવાની વાત કરનારની શુક્લલેશ્યા છે. બીજા, ત્રીજા વગેરે મિત્રની અનુક્રમે નલ, કાપોત, પીત અને પદ્મવેશ્યા છે. છ વેશ્યાઓને સમજાવવા માટે “આવશ્યસૂત્રની ટીકામાં બીજું એક દૃષ્યન્ત આપવામાં આવ્યું છે. એ છે પ્રામઘાતકનું. એક વખત છ ડાકુઓ એક ગામ લૂંટવા માટે શસ્ત્રો લઈને નીકળ્યા. છએની વેશ્યા જુદી જુદી હતી. દરેકના મનમાં જુદા જુદા વિચાર ચાલતા હતા. રસ્તામાં એક ડાકુએ કહ્યું, ‘આપણે ગામ લૂંટવા જઈએ છીએ ત્યારે ત્યાં કોઈ પણ માણસ કે પશુ વચ્ચે આવે તે બધાંની આપણે શસ્ત્રોથી હત્યા કરી નાખવી જોઈએ, જેથી લૂંટનું કામ સરળ બને. બીજાએ કહ્યું કે પશુઓને મારવાની શી જરૂર? આપણે ફક્ત મનુષ્યોને મારી નાખવા જોઈએ. ત્રીજાએ કહ્યું કે બધા મનુષ્યોમાંથી સ્ત્રીઓ અને બાળકોને મારવાની જરૂર નથી. ફક્ત પુરુષોને વેશ્યા જ ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348