________________
દિવ્ય ધ્વનિ
તીર્થકર ભગવાનના અર્થાત્ અરિહંત પરમાત્માના જે બાર ગુણ ગણાવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશયના (અથવા સહજાતિશયના) ચાર ગુણ સાથે આઠ પ્રતિહાર્યના આઠ ગુણ નીચે પ્રમાણે ગણાવાય છે:
(૧) અપાયા પત્રાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજાતિશય અને (૪) વચનાતિશય (આ ચાર મૂલાતિશય છે.)
પ્રાતિહાર્યો આઠ છે : (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવસરણ વખતે દેવો તીર્થંકર પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આમ, ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાર્ય મળીને બાર ગુણ થાય છે.
આમાં દિવ્ય ધ્વનિ' એ તીર્થંકર પરમાત્માના પ્રાતિહાર્યનો એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનનો એક ઉત્તમ ગુણ છે.
તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાર્ય (સંખ્યા, ક્રમ અને નામની દૃષ્ટિએ) શ્વેતામ્બર અને દિગમ્બર બંને પરંપરાને માન્ય છે. પ્રાતિહાર્ય માટેનો નીચેનો શ્લોક ઘણો પ્રાચીન છે અને બંને પરંપરામાં તે પ્રચલિત છે :
अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च ।
भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ [અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરોનાં પ્રાતિહાર્ય છે.]
પ્રાચીન સાહિત્યમાં આ શ્લોક લગભગ પંદરસો વર્ષ પૂર્વે થઈ ગયેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પોતાના “અનેકાન્તજય પતાકા' નામના ગ્રંથમાં ક્યાંકથી ઉદ્ભૂત કરેલો સૌ પ્રથમ જોવા મળે છે. પરંતુ આ શ્લોક એથી કેટલો વધુ પ્રાચીન છે તથા મૂળ કયા ગ્રંથનો એ છે અને એની રચના કોણે કરી છે તે વિશે પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિક બનેલો આ શ્લોક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, ચૈત્યવંદન, વિધિવિધાન વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે.
દિવ્ય ધ્વનિ ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org