________________
ચૌદ પ્રકા૨ના પ્રતિરૂપ વગેરે, ક્ષમાદિ દશવિધ ધર્મ અને બાર ભાવના એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ થાય છે. આચાર્ય ભગવંતના આ છત્રીસ ગુણ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતા'માં લખ્યું છે :
ચઉદ પડિરૂપ પભુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ દસ પ્રકાર; બાર ગુણ ભાવનાના અનેચ, પદ છત્તીસ ગુજ્ર સૂરિ કે. વળી તેમણે નવપદની પૂજામાં લખ્યું છે :
વ૨ છત્તીસ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે; ગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોહે રે.
આમાં પ્રતિરૂપાદિ ચૌદ ગુણ આ પ્રમાણે છે : (૧) પ્રતિરૂપ (અસાધારણ વ્યક્તિત્વ), (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાનાગમ, (૪) મધુરવાક્ય, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશતત્પર, (૮) અપરિશ્રાવી–સાંભળેલું નહિ ભૂલના૨, (૯) સૌમ્ય, (૧૦) સંગ્રહશીલ, (૧૧) અભિગ્રહમતિવાળા, (૧૨) અવિકથાક૨, (૧૩) અચપળ અને (૧૪) પ્રશાન્ત હૃદયવાળા.
ક્ષમાદિ દસ ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચનત્વ, (૧૦) બ્રહ્મચર્ય. બાર ભાવના આ પ્રમાણે છે : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવ૨, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. નવપદની ઓળીની આરાધનામાં ત્રીજે દિવસે આચાર્યપદની આરાધના કરવાની હોય છે. આચાર્યનો રંગ પીળો હોવાથી જે કેટલાક એક ધાનની વાનગી વાપરે છે તેઓ તે દિવસે પીળા રંગના ધાન—ચણા વગેરેનું આયંબિલ કરે છે.
આચાર્ય ભગવંતના આ પ્રતિરૂપાદિ ૩૬ ગુણમાંથી તેમનો એક એક ગુણ યાદ કરતાં જઈ નીચેનો દુહો ૩૬ વાર બોલતા જઈ ૩૬ વાર ખમાસણાં દેવામાં આવે છે.
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે.
‘દશાશ્રુતસ્કંધ’માં અને અન્ય ગ્રંથોમાં આચાર્યના ૩૬ ગુણોમાં આઠ પ્રકારની સંપદા અને તે પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૩૨ ગુણ તથા ચા૨ પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય મહારાજનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તેનો સરસ સવિગત પરિચય મળી રહે છે. દશાશ્રુતસ્કંધ'માં લખ્યું છે :
Jain Education International
૧૪૪ જૈન ધર્મ દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org