________________
તોપણ સંસારમાં અનંત જીવો શેષ રહે. એટલે ગમે તેટલા જીવો સિદ્ધ બને તોપણ સંસાર ખાલી થઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી.
આવી રીતે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની ઘટના જો નિરંતર ચાલતી હોય અને સંસારમાં ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય મોક્ષસુખ પામવાનું હોય એ વાતમાં આપણને જો સમ્યક શ્રદ્ધા હોય તો આપણે પોતે એમ વિચારવું ઘટે કે કોઈક કાળે કોઈક ભવ્યાત્માએ ભવ્ય પુરુષાર્થ કરી સિદ્ધદશા પ્રાપ્ત કરી હશે ત્યારે તેમની સાથેના કોઈક ઋણાનુબંધથી મારો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી છૂટો પડી વ્યવહાર રાશિમાં આવ્યો હશે. જો તેમ ન થયું હોત તો હું હજુ પણ નિગોદના અનંતાનંત જીવોની જેમ નિગોદનું મહાદુઃખ વેઠી રહ્યો હોત. મને નિગોદમાંથી મુક્ત કરાવનાર એ સિદ્ધાત્માનો મારા ઉપર અનંત ઉપકાર થયો છે. માટે એ સિદ્ધાત્મા મારે માટે પરમ વંદનીય છે. એ સિદ્ધાત્માના ઉપકારનો બદલો હું કઈ રીતે વાળી શકું? વળી તેઓ તો હવે એવી દશામાં છે કે જ્યાં એમને કશું લેવાપણું પણ રહ્યું નથી. મારે એ ઋણમાંથી મુક્ત થવાનું તો બાકી જ છે. અનંત ભવભ્રમણ કરતાં હું મનુષ્યગતિમાં આવી પહોંચ્યો છું અને મને જો હવે ધર્મરુચિ થઈ છે અને ઋણમુક્ત થવાના કર્તવ્યની સમજ આવી છે તથા સિદ્ધાત્માએ કરેલા પુરુષાર્થનો પ્રેરક, ઉપકારક આદર્શ મારી નજર સામે છે, તે મારું એ જ કર્તવ્ય છે કે મારે પણ સૂક્ષ્મ નિગોદના કોઈક એક જીવને મુક્ત કરીને વ્યવહાર રાશિમાં લાવવો જોઈએ. આ હું ત્યારે જ કરી શકું કે જ્યારે પ્રબળ પુરુષાર્થ કરી હું પોતે સિદ્ધગતિ પામી શકું. એમ હું જ્યારે કરી શકીશ ત્યારે મારા બે મુખ્ય હેતુ સરશે. જે સિદ્ધાત્માએ નિગોદમાંથી મને બહાર કાઢ્યો અને સિદ્ધદશાનો આદર્શ મારી સમક્ષ મૂક્યો છે તે હું પરિપૂર્ણ કરી શકીશ અને નિગોદમાંથી એક જીવને વ્યવહારરાશિમાં લાવીને ઋણમુક્ત બની શકીશ.
આમ, મોક્ષપુરુષાર્થ એ ભવ્ય જીવોનું ઉભય દૃષ્ટિએ પરમ કર્તવ્ય બની રહે છે. સિદ્ધ ભગવંતોને વંદન કરવાનું પ્રયોજન છે એની પણ આથી પ્રતીતિ થશે.
સિદ્ધ ભગવંતો મંગલરૂપ છે. આરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ એ ચાર મંગલ, ચાર લોકોત્તમ અને ચાર શરણરૂપ છે. આ ચારમાં બીજે ક્રમે સિદ્ધ ભગવંત છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે અરિહંત પરમાત્મા તો અનેક જીવોને ધર્મ પમાડે છે. સાધુ ભગવંતો દ્વારા અને કેવલી પ્રણીત ધર્મ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. પરંતુ સિદ્ધ ભગવંતો તો સિદ્ધદશામાં સિદ્ધશિલા ઉપર અનંત કાળ માટે સ્થિર છે. એમને કશું કરવાપણું નથી. તેઓ હવે આપણું કશું કરી શકે તેમ નથી. તો પછી તેમને કેવી રીતે આપણે મંગલરૂપ કહી શકીએ ? તેઓ કઈ રીતે આપણને ઉપયોગી કે ઉપકારક થઈ શકે? એનો ઉત્તર એ છે કે જો ખુદ અરિહંત
સિદ્ધ પરમાત્મા ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org