________________
બાબતમાં તેવો સંભવ નથી. અને નવકારમંત્રમાં તો સરળ વર્ણાક્ષરો જ છે. એટલે માત્ર વર્ણાક્ષરની દૃષ્ટિએ વિચારીએ તો નવકારમંત્રના વર્ણાક્ષરો ચૌદ રાજલોકમાં એના એ જ રહેવાના છે. એટલે કે નિત્ય છે, શાશ્વત છે. નવકારમંત્રમાં વર્ણમાળાના બધા જ અક્ષરોને સ્થાન નથી મળ્યું. એનો અર્થ જ એ કે કાળના અનંત પ્રવાહમાં વખતોવખત લુપ્ત થઈ જવાના સ્વભાવવાળા વર્ણાક્ષરો નવકારમંત્રમાં અનાદિકાળથી સ્વાભાવિક રીતે સ્થાન પામી શક્યા નથી.
હવે પ્રશ્ન એ થાય છે કે શું નવકારમંત્રના શબ્દોના એના એ જ અર્થ રહેશે ? કારણ કે કેટલાયે શબ્દોમાં ફેરફારો થાય છે અને કેટલાય શબ્દોના અર્થોમાં પણ ફેરફાર થાય છે. એનો ઉત્તર એ છે કે ભાષામાં કેટલુંક તત્ત્વ પરિવર્તનશીલ છે અને કેટલુંક તત્ત્વ નિત્ય છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ પ્રાચીનતમ ભાષા તે વેદકાલીન સંસ્કૃત, પ્રાકૃત ભાષા છે. એમાં કેટલાયે શબ્દોના અર્થ બદલાઈ ગયા છે, તો બીજી બાજુ ઇતિહાસકારોની દૃષ્ટિએ પાંચ-દસ હજાર વર્ષ પસાર થઈ જવા છતાં કેટલાયે શબ્દો વેદકાળમાં જે રીતે બોલાતા હતા અને એનો જે અર્થ થતો હતો તે જ રીતે તે શબ્દો આજે પણ બોલાય છે અને તેનો એ જ અર્થ થાય છે. આ એક સાદું ઉદાહરણ બતાવે છે કે કેટલાક શબ્દાર્થને દસ હજાર કે તેથી વધુ વર્ષ સુધીમાં કશો જ ઘસારો લાગ્યો નથી. કયું એવું તત્ત્વ છે કે જેને લીધે એને કાળનો કશો ઘસારો લાગતો નથી? એ અક્ષરો અને એ શબ્દોમાં પોતાનામાં જ એવું કોઈક દૈવી તત્ત્વ છે કે જે કાલાતીત છે. એટલા માટે અવિનાશી એવા એક એક અક્ષરનું, માતૃકાનું ધ્યાન પણ ઘણું મોટું ફળ આપનારું છે.
શાસ્ત્રકારોએ નવકારમંત્રને સના ખૂનમંત્રોચમ્ કહ્યો છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના આઠમા પદસ્થ ધ્યાનનું સ્વરૂપ સમજાવતાં નવકારમંત્રને તેઓ અનાદિ સંસિદ્ધ તરીકે ઓળખાવે છે. જુઓ :
ध्यायतोऽनादिसंसद्धिदान् वर्गानेतान् यथाविधि ।
नष्टादिविषये ज्ञान धातुरुत्पद्यते क्षणात् ॥ [અનાદિસિદ્ધ એવા આ વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને નષ્ટ વગેરે થયેલું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. હેમચંદ્રાચાર્ય પદસ્થ ધ્યાનનું લક્ષણ વર્ણવતાં કહે છે :
यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते।
तत्पदस्थं ससमाख्यातं ध्यानं सिद्धान्तपारगे४ ॥ પવિત્ર મંત્રાક્ષરાદિ પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરાય તેને સિદ્ધાંતનો પાર પામેલા મહાત્માઓ પદસ્થ ધ્યાન કહે છે.]
નવકારમંત્રની શાશ્વતતા
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org