Book Title: Jain Dharm Vikas Book 01 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 7
________________ તિથિનિર્ણર્ય પ્રકાશ. ગચ્છનાયકેનું ફરમાન હાઈકોર્ટના ફેંસલા બરાબર ગણાય. એટલે જ ગચ્છનાયકેના કાર્યથી પ્રમાણિક સંદ્ધાંતિક પ્રમાણ વિના જુદા પડાય નહિ. બે ચૌદશ, બે અમાવાસ્યા આદિને પ્રશ્ન પંચાંગની તિથિને અનુસરીને કરાયેલ, આટલા વખતથી આપણે જોતા આવ્યા છીએ. અને પ્રત્યુત્તરો પણ એજ પ્રમાણે અપાયેલા “સેનપ્રશ્નમાં આપણે જોઈએ છીએ. , જેસલમીર સંઘનો પ્રશ્ન – પડિમા તપ કરનાર શ્રાવક અથવા શ્રાવિકા ચેથી પડિમાથી ચાર પવી પોષણ કરે છે. તે વખતે પફખી અને પુનમને છઠ્ઠ કરવો પડે છે. તેમાં પકખીને દિવસે પિોષહ અને ઉપવાસ કરીને પૂર્ણિમામાં પોષહ કરી એકાસણું કરે તે સુઝે કે નહિ? * જવાબ–પ્રતિભાધર શ્રાવક, શ્રાવિકા, ચોથી પડિમાથી માંડી, ચાર પવી. પિષહ કરે તેમાં મુખ્ય રીતે ચાદશ–પુનમના પિોષહ સહિત ચેવિહાર છઠ્ઠ કરવો જોઈએ. પણ કદાચ સર્વથા શક્તિ ન હોય તે, પુનમને દિવસે આયંબિલ અથવા નિવિ કરાય, એવા અક્ષરો સમાચારી ગ્રંથમાં છે. પરંતુ એકાસણું કરવાનું શાસ્ત્રમાં દેખ્યું નથી. ઉપરના પ્રશ્નોત્તર પર બરાબર વિચાર કરાય તે સહજ રીતે તિથિ નિર્ણય આપે આપ આવી જાય. ( સ. ૧૯૯૭માં કાર્તિક સુદ ૧૫ બે આવે છે. એમાં બે પુનમ કરી પહેલી, પુનમને ફલ્થ-નકામી–ગણવામાં આવે અને ચમાસી પ્રતિક્રમણ, સુદ ૧૪ ના રેજ કરવામાં આવે તે ચાતુર્માસ અંગેનો છઠ્ઠ ક્યારે થાય તે આપોઆપ સમજી લેવું એજ. લાભદાયી છે. પ્રથમ ચાદશને ઉપવાસ કરીએ. પછીનો દિવસ ફલ્થ પુનમને આવે. એટલે છઠ્ઠના બીજા ઉપવાસનું શું? છઠ્ઠના બે ઉપવાસ સાથે એ એક નિશ્ચિત વાત છે. પછી એક ઉપવાસ ચદશને, વચ્ચે ફલ્યુ તિથિએ ખાવું. અને બીજી પુનમને ઉપવાસ, એમ આરાધના કઈ રીતે થઈ શકે? હાલે જે બે પુનમની પ્રવૃતિને પ્રચાર કરવામાં આવે છે, તેથી તે અલગ અલગ ઉપવાસ કરવા પડે. નિખાલસભાવે વિચાર કરાય તો આ વાત સ્પષ્ટ દીવા જેવી છે. તિથિનું પ્રમાણસૂર્ય પજ્ઞપ્તિ આદિ ઉપાંગ સૂત્ર, બૃહદ કલ્પસૂત્ર, નિશીથ ભાષ્યચૂર્ણિ આદિમાં તિથિનું પ્રમાણ અહોરાત્રીના બાસઠ ભાગમાંથી એકસઠ ભાગનું પ્રમાણ કહેલ છે. આથી આગમનું અવલંબન સ્વીકારનારા આત્માઓ વૃદ્ધિ તિથિને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42