________________
જૈન ધર્મ વિકાસ
-
ક
નસમાજે સં. ૧૫ર, ૧૯૯૨ અને સં. ૧૯૮૯માં ભાદરવા સુદ ૫ ને ક્ષય કર્યો હત” એમ લખે છે. અને તેથી આ વખતે (સં. ૧૯૨ માં) ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ થઈ શકે અર્થાત્ ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ માની શકાય.
પિતાના મતના સમર્થનમાં આપેલ પ્રમાણ કેટલું બધું અસત્ય છે. જે તેમના ગુરૂવર્ય આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરિજી મહારાજના નીચે આપેલ લેખથી વાંચકને સ્પષ્ટ જણાશે અને ખાત્રી થશે.
વીરશાસન પુ ૧૧ અં, ૩ તા. ૨૧-૧૦-૧૯૩૨
આસો વદ ૭ વિ. સં. ૧૯૮૮ વિવિધ પ્રશ્નોત્તર લે. પૂ. આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.
૧ પ્રશ્ન–સં. ૧૯૮૯ ના ભાદરવા સુદ ૫ ને ક્ષય છે તે સંવસરી કઈ તિથિએ કરવી?
ઉત્તર–ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંડપંચાંગમાં છે. પણ બીજા ઘણુ પંચાંગમાં ભાદરવા સુદ ૬ને ક્ષય થાય છે. તેથી સુદ ૬ને ક્ષય માનવાથી પર્યુષણમાં તિથિની વધઘટ કરવા જરૂર રહેશે નહિ સં. ૧૫ર ની સાલમાં પણ આ પ્રમાણે હતું. અને તપગચ્છના મોટા ભાગે ભાદરવા સુદ ૬ નો ક્ષય માની ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી હતી. સં. ૧૯૯૧ માં પણ ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંડપંચાંગમાં હતો પણ પ્રાય: સર્વ સંઘે છઠ્ઠને જ ક્ષય માન્યો હતે માટે અઠ્ઠાઇધર શ્રાવણ વદ ૧૨ શુક્રવાર અને સંવત્સરી ભાદરવા સુદ ૪ શુક્રવારે કરવી એજ શ્રેયકારી લાગે છે.”
ઉપરના આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. ના લેખથી સ્પષ્ટ થાય છે કે સં. ૧૯૫ર અને સં. ૧૯૧ માં જૈન સમાજે ભાદરવા સુદ ૫ ને ક્ષય કર્યો નથી પણ ભાદરવા સુદ ૬ને ક્ષય કર્યો છે. અને આચાર્યશ્રીએ જે સં. ૧૯૫૨ તથા સં. ૧૯૯૧ નું પ્રમાણ આપ્યું છે તે સ્વાનુભવિત છે. કારણ કે તેઓશ્રીની દિક્ષા લગભગ સં. ૧૯૪૫-૪૬ માં થયેલ છે. અને તેથીજ બીજા અન્ય પ્રલાપ કલ્પિત છે તે સ્પષ્ટ છે.
ઉપરને લેખ આચાર્યશ્રીએ સં. ૧૯૮૯ ના ભીંતીયાં પંચાંગ છપાય છે તે સમયે એટલે સં. ૧૮૮ ના આસો વદ ૭ના દિવસે લખેલ છે ત્યારબાદ સં. ૧૯૮૯ માં ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંદુપંચાંગમાં હતા તેથી પર્યુષણ પહેલાં ફરી તેનું સ્પષ્ટીકરણ કરેલ છે.