Book Title: Jain Dharm Vikas Book 01 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 18
________________ જિન ધર્મ વિકાસ : આરાધ્યતિથિ અંગે સ્પષ્ટીકરણ. સં. ૧૯૮૯ સુધી આરાધ્યતિથિઓને ક્ષય થયોજ નથી - આચાર્યશ્રી વિજયદાનસૂરિ મહારાજનું વક્તવ્ય. લે. મુનિશ્રી વિકાસ વિજયજી મહારાજ (અમદાવાદ) જેને સમાજમાં સં. ૧૨ના શ્રાવણ માસથી આરાધ્ધ તિથિ વિષયક એક ભ્રમ વા નવીન મત ઉન્ન કરવામાં આવ્યું છે. અને તેને લીધે સમાજમાં છિન્નભિન્નતા થઈ રહી છે. તે સમજુ વર્ગ તેમની અર્થહિન લાંબી લાંબી દલીલ અને લાંબા લાંબાં પિષ્ટપેષણથી ન ભરમાતાં નીચેની બાબતે ઉપર જરૂર વિચાર કરશે. નવીન મતની ઉત્પતિનું કારણ-પૂર્વચાર્યશ્રીમદ્ આર્ય કાલકાચાર્યના સમય પહેલાં સાંવત્સરિક પર્વ ભાદરવા સુદ ૫ નું થતું હતું અને તે સાંવત્સરિક પર્વ શ્રીમદ્ આર્ય કાલિકાચાર્યે ભાદરવા સુદ ૫ થી એક દિવસ પહેલાં અર્થાત્ ભાદરવા સુદ ૪ ના દિવસે કર્યું. હવે નવીન મત ઉપાદકે ભાદરવા સુદ ૫ થી એક દિવસ, પહેલાં એ બાબતની અવગણના કરીને ભાદરવા સુદ ૪ ના દિવસે સાંવત્સરિક પર્વ કરવું એટલું જ બોલ્યા કરે છે. આથી જ્યારે ગાણિતીક રીતે-ગણિતથી–પંચાંગેમાં ભાદરવા સુદ ૫ બે આવતી હોય ત્યારે વિરોધ ઉભું થાય. આ રીતે જ તેમણે સં. ૧૯૨ની સાલમાં વિરોધ ઉભે કર્યો. અર્થાત, નવીન મત ઉસન્ન કર્યો કારણકે તે વર્ષે ગાણિતીક રીતે પંચાંગમાં ભાદરવા સુદ ૫ બે-રવિવારસમવારે–હતી. “ય તથોરા.” એ નિયમને અનુસરીને જૈન સમાજે સોમવારે ભાદરવા સુદી પ કરી અને તેનાથી એક દિવસ પહેલાં એટલે રવીવારે ભારદવા સુદ ૪ સંવત્સરી કરી. જ્યારે નવીન મોસાદકોએ ભાદરવા સુદ ૫ સેમવારે. અને તેનાથી બે દિવસ પહેલાં શનીવારે ભાદરવા સુદ ૪ સંવત્સરી કરી. આ પ્રમાણે નવીન મતની સ્થાપના થઈ આચાર્યશ્રી કાલકાચા ભાદરવા સુદ ૫ થી એક દિવસ પહેલાં સંવત્સરી કરી જેને શાસ્ત્રીય પાઠ નીચે આપેલ છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42