________________
જૈન ધર્મ વિકાસ ૧૯૭ની સાલમાં કાર્તિક સુદી બે પુનમને ઠેકાણે બે તેરસો થશે એમ સંભવ છે. કારણ કે કાઠીયાવાડ, ઝાલાવાડમાં ચાલતી પરંપરાને ભંગ કેઈ કરે તેમ લાગતું નથી. સાધુને ચોમાસું રાખતાં પહેલાં કહે છે કે, અમે પરંપરાથી ચાલી આવતી તિથિ કરીશું. આથી બુવિજયજીએ વિહાર કરીને જ્યાં લેકાગચ્છનાં ઘણું ઘર છે અને તપાગચ્છનાં ચાર પાંચ ઘર છે ત્યાં ચોમાસું કર્યું છે. પ્રાયે પાલીતાણામાં રામવિજયજીના પક્ષના કેઈ સાધુનું ચાતુર્માસ નથી. એજ મીતી. સં. ૧૯૬ આષાઢ વદ ૧૩ દા. પોતે. "
નિવેદન ! !
જન સમાજના વિદ્વાન લેખક મુનિરાજે અને ગૃહસ્થે પોતાની કલમપ્રસાદી અમારા મોકલાયેલા આમંત્રણને માન આપી અમારા વાંચક સમુહ સમીપ રજુ કરશે એવી અમે ફરીથી જાહેર વિનંતિ કરીએ છીએ. . . વ્યકિતગત કદાવ ઉડાવનારા ભાંડણ નીતિને પિસતા લેખનને અમે પ્રસિદ્ધ આપી શકીશું નહિ હરએક લેખનની વાણુ સંયમપૂર્ણ અને સભ્યતાને ચીલે ન ચકનારી અવશ્ય હોવી જોઈએ. પિષ્ટ ખર્ચ વિના લેખો પરત મોકલી શકીશું નહિ.
છેવટમાં છેવટ દરમાસની પૂર્ણિમાએ ધાર્મિક સામાજિક પ્રશ્નોની છણાવટ કરતા લેખે એકીસના શીરનામે મોકલી આપવા. કાગળની એક બાજુએ હાંસીઓ પાડી શાહીથી લેખન કરવા, વાંચન દેષ ન થાય એ ખાતર ખાસ સુચવીએ છીએ.
નવા પ્રગટ થતા જૈન સાહિત્ય અને જન સામાજિક ધાર્મિક સંસ્થાઓનાં કાર્યવાહી દર્શક પ્રકાશનોનું અવલોકન લેવામાં આવશે. પ્રકાશકે અને લેખકે એ પિતાનું સાહિત્ય એગ્ય સમયે પહોંચતું કરવું.
- જૈન સમાજમાં આધુનિક શૈલીના કાવ્ય સાહિત્યની અછત જણાઈ આવે છે, એવાં કલામય કાના લેખક કવિઓને સ્થાન આપવા અમે બનતા પ્રયત્ન કરીશું–જરૂર મેકલવાં.